સુરતમાં યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારની વધુ એક ઘટના સામે આવી છે. શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (VNSG) ફરી એક વખત વિવાદમાં આવી છે. વીર નર્મદ યુનિવર્સટીના પરીક્ષા વિભાગની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીએ મુશ્કેલીના સામનો કરવો પડી રહ્યો છે. પરીક્ષા દરમિયાન જરૂરી હોલ ટિકિટે યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારના પર્દાફાશ કર્યો છે.


VNSG યુનિવર્સટીની ગંભીર બેદરકારી

વીર નર્મદ યુનિવર્સિટી (VNSG)માં સાયન્સ, આર્ટસ, સોશિયલ સાયન્સ, કોમર્સ તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ આઈટી સહિતના વિવિધ અભ્યાસક્રમ છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ દરવર્ષે એડમિશન લેતા હોય છે. દરમિયાન વાપીની રોફેલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યર્થિઓની BCAના પ્રથમ સેમિસ્ટરમાં એટીકેટી આવી હતી. એટલે તેમણે પાસ થવા ફરી પરીક્ષા આપી. વિદ્યાર્થીઓએ 2024માં એટીકેટીની પરીક્ષા પાસ કરી હતી. અને જેમાં પાસ હોવાની માર્કશીટ પણ યુનિવર્સટીએ મોકલી આપી હતી. 

હોલ ટિકિટે યુનિવર્સિટીની બેદરકારીનો ભાંડો ફોડયો

પરંતુ હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવતા વિદ્યાર્થીઓ આઘાતમાં મૂકાયા. કારણ કે તેમણે એટિકેટીની પરીક્ષા પાસ કરી હોવા છતાં નાપાસ લખેલું કેમ આવ્યું તેને લઈને તમામને સવાલ થઈ રહ્યા હતા. હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવતા યુનિવર્સિટીમાં ચાલતી ગંભીર બેદરકારીનો ભાંડો ફૂટ્યો. આ મામલે જ્યારે વિદ્યાર્થઓએ જ્યારે સંબંધિત વિભાગને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પરીક્ષા વિભાગ પ્રેકટીકલ લેવાનું જ ભૂલી ગયો હતો. એક વર્ષ બાદ યુનિવર્સિટીમાં ચાલતી આ લોલમલોલનો ભાંડો ફૂટતા વિદ્યાર્થીને નાપાસની માર્કશીટ મોકલી આપી. લો બોલો! વાંક કોનો અને કોને સજા મળી. પરીક્ષા વિભાગે પ્રેકટીલ ના લીધી અને વિદ્યાર્થીને નાપાસ થવાની મળી સજા.

  • Follow us on: