સુરતના ડુંભાલ વિસ્તારમાં કાપડ વેપારી આલોક અગ્રવાલની ચકચારી હત્યાના મામલે લીંબાયત પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે આ હત્યાના મુખ્ય આરોપી અબરાર લસ્સીને નવસારી-ચીખલી હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. આ અબરાર લસ્સી દ્વારા કાપડ વેપારી આલોક અગ્રવાલની સરેઆમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ અપરાધમાં કુલ ત્રણ હત્યારાઓ સામેલ હતા. આ ઘટના બાદ અગ્રવાલ સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.


સમગ્ર ઘટનાનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન 

પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી. પોલીસે આરોપી અબરાર લસ્સીને ઝડપી પાડ્યા બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહીથી પોલીસને હત્યા કેવી રીતે થઈ અને કયા કારણોસર થઈ તે અંગે વધુ સ્પષ્ટતા મળશે.

મુખ્ય આરોપીને ઝડપી પાડતા સમાજમાં ન્યાય મળવાની આશા જાગી

આ ઘટના બાદ અગ્રવાલ સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડતા સમાજમાં ન્યાય મળવાની આશા જાગી હતી. તથા અન્ય આરોપીઓને પકડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.


  • Follow us on: