સુરત ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 બેરેક ઉપર મુસાફરોની અદભુત ભીડ જોવા મળી છે, દિવાળીની રજામાં યુપી બિહાર જવા નીકળ્યા મુસાફરો, તાપી ગંગા, દાનાપૂર, ભાગલપૂર, સહિત વધુ 4 સ્પેશિયલ જનરલ ટ્રેન ચાલુ કરવા છતાં ભીડ નિયંત્રણ બહાર છે, મુસાફરોની લાંબી કાતર રોડ ઉપર પણ જોવા મળી રહી છે અને ટ્રેનમાં બેસ માટે મુસાફરો સાંજે 7 વાગે જ સ્ટેશન ઉપર આવી પહોંચે છે, મુસાફરો 12 થી 15 કલાક સુધી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જ પસાર કરે છે.
17મી ઓક્ટોબરથી ટ્રેનમાં ભીડ બમણી થવાનો અંદાજ છે
ઉધના રેલવે સ્ટેશનથી ઉત્તરપ્રદેશ. બિહાર અને ઝારખંડની 7 ટ્રેન મારફતે અંદાજિત ૧૧,૦૦૦ મુસાફરો માદરે વતન ગયા હતા. આ સાથે જ ૭૦,૦૦0 પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. બુધવારે ૭,૦૦૦ મુસાફરોએ જનરલ ટિકિટ પર બિહાર અને ઉત્તરપ્રદેશની યાત્રા શરૂ કરી હતી. જેમાંથી મોબાઈલ ટિકિટિંગની સંખ્યા ૩,૦૦૦ છે. એટલે કે કલાર્ક દ્વારા ૩૦૦૦ મુસાફરોને પ્લેટફોર્મ અને હોલ્ડિંગ એરિયામાં ટિકિટ આપવામાં આવી હતી. ૧૭મી ઓક્ટોબરથી ટ્રેનમાં ભીડ બમણી થવાનો અંદાજ છે.













