તાજેતરમાં સુરત શહેરના જહાંગીરપુરામાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કાકરાપાર નહેરના સ્ટ્રક્ચરોના નવીનીકરણ સંબંધિત કામોની સમીક્ષા બેઠક મળી હતી.આ બેઠકમાં નહેરના 50 કિ.મીની અંતરમાં 8 કેનાલ એક્વાડકટ,3 કેનાલ સાયફન અને 24 ડ્રેનેજ સાયફન સ્ટ્રક્ચરોની પુન:નિર્માણ કાર્ય કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.આ કેનાલ કામગીરીને કારણે બંધ રાખવાનો વિવાદ વકર્યો છે. ત્યારે મંત્રી મુકેશ પટેલે ઓલપાડ ખાતે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું.


 કેનાલની કેપેસિટી 2450થી વધારીને 3650 ક્યુસેક કરાઈ છે

સુરતમાં મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતુ કે, અગાઉ 90 દિવસ નહેર બંધ રહી હતી. ખેડૂતોના કોઈ પાકને નુકસાન થયુ નથી. ખેડૂત સમાજ લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે. કેનાલની કેપેસિટી 2450થી વધારીને 3650 ક્યુસેક કરાઈ છે. જર્જરિત કેનાલને તાત્કાલિક રિપેર કરવાની જરૂર હતી. કેનાલ 90 દિવસ બંધ રહેતા ખેડૂત સમાજે વિરોધ કર્યો હતો. 2013-14માં સર,સર, કરીને લોકોના સર કાપી નાંખ્યા, સર આપણાં ત્યાંથી ધોલેરા જતુ રહ્યું. ત્યાં આજે નંબર વન એરપોર્ટ બનવા જઈ રહ્યું છે.

ખેડૂત સમાજ લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે

તેમણે વધુમાં કહ્યું હતુ કે, સિંચાઈ કેનાલમાંથી તબક્કાવાર ખેડૂતો માટે પાણી વહેવડાવવા માટે કેપેસિટી વધારી છે. કેનાલમાં 1958 માં બનેલા સાયફનો અને 8 જેટલા એકવાડેગ જર્જરીત થઈ જતાં તૂટી જાય તેવી સ્થિતિમાં હતાં. જેથી મોટુ નુકસાન થાય તેવી ભીતિ હતી. આ એક્વાડેગને નવા બનાવવા માટે સમય લાગી શકે છે. 90 દિવસ કેનાલ બંધ રહી તેને લઈને બે દિવસ પહેલા ઓલપાડ ખાતે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોના કોઈ પાકને નુકસાન થયું નથી. ખેડૂત સમાજ લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે.


  • Follow us on: