દિવાળીના પર્વ પર સુરતથી સોરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ વતનમાં જતા મુસાફરો માટે રાજ્ય સરકાર દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરી હતી. ત્યારે દિવાળીના તહેવારમાં સુરતના એસટી વિભાગને તહેવારના દિવસોમાં અઢી કરોડથી વધુની આવક થવા પામી છે.સુરત એસટી તરફથી કૂલ 1259 ટ્રીપ મારવામાં આવી હતી.
સુરત એસટી વિભાગને 2.6 કરોડની આવક થઈ
દિવાળીના પર્વ પર સુરતથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. એસટી નીગમે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા એકસ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું. જેમાં 1259 ટ્રીપો મારવામાં આવી હતી. આ ટ્રીપો દરમિયાન સુરત એસટી વિભાગને 2.6 કરોડની આવક થઈ હતી. મુસાફરોએ એડવાન્સ અને ઓનલાઈન બુકિંગ કરાવીને એસટી બસમાં મુસાફરી કરી હતી.સુરત ST વિભાગને દિવાળીના પર્વમાં અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, દાહોદ, ઝાલોદ, ઉના સહિતના અલગ અલગ વિસ્તારોમાં બસોનું સંચાલન કર્યું હતું.













