સુરતમાં ફાયર વિભાગની કાર્યવાહી સામે આવી છે. જેમાં પાંડેસરાની કુલ 4 હોસ્પિટલ સીલ કરવામાં આવી છે, ફાયર એનઓસી વિના હોસ્પિટલ ધમધમતી હોવાથી તેને સીલ કરવામાં આવી છે, તો ફાયર વિભાગે અગાઉ પણ આ હોસ્પિટલને નોટીસ આપી હતી તેમ છત્તા ફાયર એનઓસી લીધી ન હતી જેના કારણે હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.


ફાયર NOCના હોવાથી હોસ્પિટલ સીલ કરાઈ

સુરતમાં ફાયર વિભાગ ફરીથી સતર્ક બન્યું છે જેમાં ફાયર એનઓસી નહી હોવાથી હોસ્પિટલ સીલ કરવામાં આવી છે, પહેલા ફાયર વિભાગે 4 હોસ્પિટલને નોટીસ ફટકારી હતી અને તેમ છત્તા ફાયર એનઓસી નહી લીધી હોવાથી મોડી રાત્રે હોસ્પિટલને સીલ કરવામાં આવી છે, તો પાંડેસરા વિસ્તારમાં આ હોસ્પિટલ આવેલી છે અને તેને સીલ કરવામાં આવી છે.

ફાયર એનઓસી મહત્વની છે

મોટી ઈમારતો, હોસ્પટિલ અને શાળામાં ફાયર એનઓસી જરૂરી છે, અગ્નિકાંડ થયા બાદ ગુજરાતનું ફાયર વિભાગ સતર્ક બની ગયુ હતુ અને ફાયર એનઓસીને લઈ કાર્યવાહી કરી હતી, તો જે હોસ્પિટલ અને શાળામાં ફાયર એનઓસી નથી હોતી તેવી હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી છે, તો ફાયર એનઓસી અને ફાયરના સાધનો કામ કરતા હોવા જરૂરી છે, તો આગ લાગે તે સમયે તે કામ લાગી શકે અને લોકોના જીવ પણ બચાવી શકાય છે. 

આ રીતે મળી શકે છે ફાયર એનઓસી

ફાયર NOC મેળવવા માટે બાંધકામના સ્ટ્રક્ચરની જરૂરિયાત મૂજબના સાધનો લાવીને વસાવવાના હોય છે. તે ફાયર સેફ્ટિના સાધનોને બિલ્ડિંગમાં ઈન્ટોલ કરવા પડે છે. આટલું કામ કર્યા બાદ ફાયર સેફ્ટીના નિયમો મુજબ જે તે જગ્યા પર આ સાધનો લાગી જાય ત્યારબાદ ફાયર વિભાગમાં ફાયર NOC માટે અરજી કરવાની રહેશે. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જોડીને જમા કરાવવાના રહેશે. અરજી મળ્યા બાદ ફાયર સેફ્ટીના ચેકિંગ માટે અધિકારીઓ બિલ્ડિંગની વિઝિટ માટે આવશે.  

  • Follow us on: