સુરતના પતિના આપઘાતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. શહેરના પાલ વિસ્તારમાં રહેતા એક શખ્સે પત્નીના કારણે આપઘાત કર્યો. જેના બાદ તેના ભાઈ દ્વારા આ યુવકના આપઘાત મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવકના ભાઈનું માનવું હતું કે તેના ભાઈને પત્ની દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. અને તેના જ કારણે ભાઈએ આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું. મૃતક યુવાનના ભાઈની ફરિયાદ બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ આપઘાત કર્યો.


પતિના આપઘાત મામલે 2 લોકોની કરાઈ ધરપકડ

પાલ વિસ્તારમાં રહેતા યુવાનના આપઘાત મામલામાં પોલીસ આજે મૃતક યુવાનની પત્ની સાથે અન્ય એક શખ્સની પણ ધરપકડ કરી છે. કારણ કે પોલીસને શંકા છે કે મૃતક યુવાનની પત્નીને આ શખ્સ સાથે આડાસંબંધો છે. મૃતકની પત્ની તેના પતિને છોડીને આ યુવાન સાથે રહેતી હોવાનું પોલીસને જાણવા મળ્યું. આથી પોલીસને શંકા છે કે પત્ની પ્રેમી સાથે જતી રહેતા પતિએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. હાલમાં પોલીસે યુવાનના આપઘાત મામલે દુષ્પ્રેરણનો ગુનો નોંધી પત્ની દિવ્યા ચૌહાણ અને તેના પ્રેમી કેવીન પટેલની ધરપકડ કરી છે.

પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ મામલે પોલીસ વધુ તપાસ કરશે કે ખરેખર યુવાને આપઘાત કર્યો છે કે પત્ની દિવ્યા અને પ્રેમી કેવિન દ્વારા તેની સાથે કોઈ બળજબરીકરવામાં આવી છે. આ યુવાન રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરી ઘરનું ગુજરાત ચલાવતો હતો. મૃતક યુવાનના પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને તેના ઘર તેમજ આસપાસના લોકોની પૂછપરછ બાદ યુવાનના આપઘાત મામલે વધુ સ્ફોટક માહિતી મળી શકે છે. અગાઉ પણ શહેરના વેસુ વિસ્તારમાં 25 વર્ષીય યુવાને પત્ની સાથે સામાન્ય બાબતે ઝગડો થતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આજે યુવાનોમાં સમજણશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે અને નાની અમથી વાતમાં લોકો હત્યા અને આત્મહત્યા સુધી પહોંચે છે.

  • Follow us on: