સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને BRTS બસના પેસેન્જરમાં છેલ્લા એક વર્ષમાં 50,000 જેટલા પેસેન્જરનો ઘટાડો નોંધાયો છે. તેના પાછળનું મુખ્ય કારણ શહેરમાં મેટ્રોની કામગીરી, બ્રિજની કામગીરી, રસ્તાઓ ઉપર ખાડાઓના કારણે તથા છેલ્લા 1 વર્ષમાં નવા ટ્રાફિક સિગ્નનલના કારણે પણ ભારે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે. જેની સીધી અસર પાલિકા સંચાલિત સીટી અને BRTS બસો ઉપર થઈ રહી છે. જેને કારણે બસ રાબેતા મુજબ કરતા 30થી 40 મિનિટ મોડી થઈ રહી છે, જેથી બસમાં પેસેન્જરો ઘટ્યા હોવાની વાત સામે આવી છે.


BRTS બસ 30થી 40 મિનિટ મોડી થઈ રહી છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને BRTS બસના છેલ્લા એક વર્ષમાં 50,000 જેટલા પેસેન્જરમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આ બાબતે સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિ ચેરમેન સોમનાથ મરાઠે જણાવ્યું કે સુરત શહેરમાં આજની તારીખમાં બધે જ ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ જોવા મળી રહી છે. જેને કારણે અમારી રાબેતા મુજબ ચાલતી સીટી અને BRTS બસો 30થી 40 મિનિટ મોડી થઈ રહી છે અને બસમાં પેસેન્જરો ઘટી રહ્યા છે. તેના પાછળનું કારણ જોવા જઈએ તો શહેરમાં મેટ્રોની કામગીરી, બ્રિજની કામગીરી, રસ્તાઓ ઉપર ખાડાઓના કારણે તથા છેલ્લા એક વર્ષમાં નવા ટ્રાફિક સિગ્નનલના કારણે પણ ભારે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે.

પેસેન્જર હવે ઓટો રીક્ષામાં જવા લાગ્યા

તેના કારણે કેટલાક બસોના રૂટ પણ બદલવામાં આવ્યા છે. કેટલીક બસો સીધે સીધી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચતી હતી, પરંતુ હવે તે બસો અન્ય સ્થાનો ઉપરથી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી રહી છે, જેથી પહેલાના રૂટમાં જે સ્ટોપેજ હતી, ત્યાં કેટલાક પેસેન્જર ઉતરી જતા હતા, તે પેસેન્જર હવે ઓટો રીક્ષામાં જવા લાગ્યા છે. આવા શહેરમાં કુલ 22 સ્થળો છે, જ્યાં તમે આવી તમામ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે. કેટલાક પેસેન્જરને વહેલા પહોંચવાનું હોય પરંતુ ટ્રાફિકના કારણે પહોંચી શકતો નથી અંતે તે પેસેન્જર બસની જગ્યાએ ઓટોરિક્ષામાં જઈ રહ્યો છે.

ટ્રાફિકની સમસ્યા યથાવત

તે સાથે ટ્રાફિક જામના કારણે કેટલાક વાહનો BRTS લેનમાં પણ ચલાવતા જોવા મળે છે, તેઓને પૂછે છે ત્યારે તેઓ જવાબ આપે છે કે તમે પહેલા ટ્રાફિકની સમસ્યા દૂર કરો તો અમે BRTS લેનમાં નહીં જઈએ આવા અનેક પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. તે સાથે હાલ શહેરમાં પાલિકા સંચાલિત બસોની સંખ્યામાં પણ અછત છે તો તે બસો માર્ચ એપ્રિલ સુધીમાં આવશે. આવી ઘણી બધી સમસ્યાઓને કારણે સીટી અને BRTS બસના છેલ્લા એક વર્ષમાં 50,000 જેટલા પેસેન્જરમાં ઘટાડો નોંધાયો છે.


  • Follow us on: