સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ધ્રાંગધ્રાથી કુડા તરફ જતી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. જેના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. કેનાલની દીવાલમાં ઘણાં મોટા બકોરાં પડી ગયા છે. જે સ્પષ્ટપણે કેનાલની જર્જરિત હાલત દર્શાવે છે.
ધ્રાંગધ્રાથી કુડા તરફની કેનાલમાં પડ્યું ગાબડું
ધ્રાંગધ્રા પંથકમાંથી ધ્રાંગધ્રા બ્રાન્ચ, માળિયા બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચ એમ મુખ્ય ત્રણ બ્રાન્ચોની નર્મદા કેનાલ પસાર થાય છે અને હાલમાં જર્જરિત બની ગયેલી કેનાલના કારણે કુડા તરફના રસ્તે અન્ય અનેક જગ્યાએ પણ ગાબડાં પડવાની શક્યતા છે. જો આ ગાબડું મોટું સ્વરૂપ લેશે તો કેનાલનું પાણી આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં ફરી વળશે.













