સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને પાક વીમા યોજના હેઠળ મળવાપાત્ર રકમ ત્રણ મહિનાની અંદર ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાથી ખેડૂતોને લાંબા સમયથી અટકેલા વીમાની રકમ મળશે. હાઈકોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે જે ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે કે PKVMY અંતર્ગત વીમો મળવાપાત્ર છે તેમને જુલાઈ 2023થી બેંક વ્યાજ સાથે વીમાની સહાય ચૂકવવામાં આવે.


વળતરની માંગણી સાથે હાઈકોર્ટમાં ખેડૂતોની રજૂઆત

હાઈકોર્ટના આ નિર્ણયથી વીમાની રકમની સાથે સાથે ખેડૂતોને વ્યાજનો પણ લાભ મળશે. જે તેમની લાંબા સમયની લડતને ન્યાય અપાવશે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત પાકને થયેલા નુકસાનના વળતરની માંગણી સાથે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે પાકને નુકસાન થવા છતાં તેમને વીમાની રકમ મળી રહી નથી.

રાજ્યના અન્ય ખેડૂતોને મળશે પ્રેરણા 

જેના કારણે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી માત્ર સુરેન્દ્રનગરના ખેડૂતોને જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળશે કે તેઓ પોતાના હક માટે કાયદાકીય લડત લડી શકે છે. આ નિર્ણયથી સરકાર અને વીમા કંપનીઓ પર પણ દબાણ આવશે કે તેઓ ખેડૂતોને સમયસર અને યોગ્ય રીતે વીમાની રકમ ચૂકવે.


  • Follow us on: