સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા સામે કાર્યવાહીની માગ કરીને મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. આજે સવારે મૃતકના પરિવારજનોએ મુળી - થાન હાઈવે જામ કર્યો હતો. પરિવારે તંત્ર ખનીજ માફિયાઓને છાવરતું હોવાના આક્ષેપ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.


લોડર મશીન સાથે 20 વર્ષીય યુવક ખાણમાં પડ્યો હતો

ઉલ્લેખનિય છે કે લોડર મશીન સાથે 20 વર્ષીય યુવક ખાણમાં પડ્યો હતો અને આ ઘટનાને 28 કલાક વીતી ગયા હોવા છતાં તંત્ર મૃતકની લાશ હજું કાઢી શક્યું નથી.. આ યુવકના હજું 8 મહિના પહેલાં જ લગ્ન થયેલા હતા અને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

વિઠ્ઠલ જોગા નામના ખનીજ માફિયાની ખાણ

ખાસ કરીને વિઠ્ઠલ જોગા નામના ખનીજ માફિયાની સુરેન્દ્રનગરમાં અનેક ગેરકાયદે ખાણો આવેલી છે અને તંત્ર તેની સામે કોઇ જ કાર્યવાહી કરતી ના હોવાના આરોપ પરિવારે લગાવ્યા હતા.

દુર્ઘટના મુદ્દે મુળી - થાન હાઇવે પર ચક્કાજામ

મૃતકનો પરિવાર ખુબ ગુસ્સામાં છે અને દુર્ઘટના મુદ્દે મુળી - થાન હાઇવે પર ચક્કાજામ કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. ઘટનાના 28 કલાક પછી ખનિજ માફિયા સામે કોઇ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા ના હોવાનો આરોપ પરિવારે લગાવ્યો હતો.

હાઇવે પર લાંબી વાહનોની લાગી કતારો જોવા મળી

ખનિજ માફિયાને તંત્ર છાવરતું હોવાના આક્ષેપ સાથે હાઇવે બ્લોક કરાયો હતો અને લોકો હાઇવે પર જ બેસી જઇને ઉગ્ર સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા જેના પગલે હાઇવે પર લાંબી વાહનોની લાગી કતારો જોવા મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવટથી કામ લેવાનું શરુ કર્યું છે.

28 કલાક પછી પણ મૃતદેહ બહાર કાઢી શકાયો નથી

ઉલ્લેખનિય છે કે 28 કલાક પછી પણ સાધનો ના અભાવ થી મૃતદેહ પણ ગેરકાયદેસર ખાણ માંથી તંત્ર બહાર કાઢી શક્યું નથી જેથી લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.

લોડર મશીન સાથે યુવક ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં પડ્યો છે.


  • Follow us on: