પોલીસ મહાનિદેશક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા 17 નવેમ્બર, 2025ના રોજ એક સૂચના જારી કરવામાં આવી હતી. આ સૂચના મુજબ, છેલ્લા 30 વર્ષમાં હથિયાર ધારા, એન.ડી.પી.એસ. એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, બનાવટી ચલણી નોટો, ટાડા, પોટા, મકોકા, યુ.એ.પી.એ. અને પેટ્રોલિયમ ધારા જેવા વિવિધ કાયદા હેઠળ પકડાયેલા આરોપીઓની તપાસ કરવાની હતી.તેમનો ઉદ્દેશ્ય તેમની વર્તમાન પ્રવૃત્તિઓ ચકાસીને પરિવાર, મિત્રો, સંબંધીઓ, મિલકતો અને સંપર્કો જેવી માહિતી એકત્રિત કરીને ડોઝિયર્સ તૈયાર કરવાનો હતો.


જેલની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ આ માટે 75થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી હતી. જિલ્લાના 20 પોલીસ સ્ટેશન, SOG, LCB અને પેરોલ સહિત કુલ 70 ટીમો દ્વારા ઉપરોક્ત ગુનાઓના 1193થી વધુ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી.આ ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ કોમ્બિંગ હાથ ધરીને 100 કલાકની કામગીરી દરમિયાન 807થી વધુ આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા અને તેમનું વેરિફિકેશન કરવામાં આવ્યું. તપાસ દરમિયાન, 31 આરોપીઓ હાલમાં જેલમાં હોવાનું જણાયું હતું, જેમની જેલની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

માહિતી એકત્રિત કરીને ડોઝિયર્સ ફોર્મ તૈયાર કરાયા

કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલા તમામ વ્યક્તિઓની વર્તમાન અને ગુનાહિત પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવી હતી. તેમની પરિવાર, મિત્રો, સંબંધીઓ, મિલકતો, સંપર્કો, આધાર કાર્ડ, બેંક વિગતો અને સોશિયલ મીડિયાની માહિતી એકત્રિત કરીને ડોઝિયર્સ ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે.વધુમાં, આ આરોપીઓના અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ અથવા પ્રવૃત્તિઓ તેમજ દેશમાં ક્યાંય પણ આચરેલા ગુનાઓની ચકાસણી માટે ICJS પોર્ટલ અને e-GujCop જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Mehsana દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ: 15 ડિરેક્ટરો માટે 63 ઉમેદવારો મેદાનમાં


  • Follow us on: