સુરેન્દ્રનગરના ચુડામાં પાણીના પ્રવાહમાં દાદા-પૌત્ર તણાતા મોત થયું હોવાની વાત સામે આવી છે, પાણીમાં તણાતા પૌત્રને બચાવવા જતા દાદા પણ તણાયા અને તેમનું મોત થયું છે, તમારડી ગામની વાંસળ નદીમાં જણાઇ જતા મોત થયું છે, પશુ ચરાવતી વખતે પૌત્ર નદીમાં તણાયો હતો અને તે જોતા દાદા પણ બચાવવા પહોંચ્યા હતા, ત્યારે બન્નેના મોત થયા છે.


સુરેન્દ્રનગરમાં પૌત્રને બચાવવા માટે દાદા નદીમાં ઉતર્યા હતા

સુરેન્દ્રનગરમાં પૌત્રને બચાવવા માટે દાદા નદીમાં ઉતર્યા હતા અને એકાએક બંને ઊંડા ખાડામાં ગરકાવ થઇ ગયા હતા અને તેમનું મોત થયું હતુ, દાદા પૌત્રના મોતથી ચમારડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ચુડા તાલુકાના ચમારડી ગામ રહી પશુપાલન કરતા માલધારી સમાજના ચાવડા કરણભાઈ કાનાભાઈ અને તેમના દીકરાનો પૌત્ર ચાવડા નરેશભાઈ દોલાભાઈ પશુઓ ચરાવી પરત આવી રહ્યા હતા ત્યારે ચમારડી ગામના પાદરમાં વહેતી વાસણ નદીના વહેણમાંથી પસાર થતાં હતાં ત્યારે એકાએક પૌત્ર નરેશભાઈ દોલાભાઈ પાણીના વહેણમાં તણાવવા લાગ્યા હતા.

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો

તેને બચાવવા પડેલા તેના દાદા કરણભાઈ કાનાભાઈ ભરવાડ પણ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા નદીના કાંઠે ઉભેલા લોકોએ ભારે જહેમત થી દાદા પૌત્રને બહાર કાઢ્યા હતા. અને તાબડતોબ સારવાર માટે ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, ચુડા હોસ્પિટલના ફરજ પર રહેલા તબીબે દાદા પૌત્રને મૃત જાહેર કરતા ચમારડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ચુડા પોલીસ ઘટના સ્થળે પહોંચી નિવેદન આધારે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

  • Follow us on: