સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ધણાદ, ડુમાણા ગંજેરા નાના અંકેવાળીયા મોઢવાણા સહિતના પાંચ થી સાત ગામોમાં ઘુડખરના ત્રાસના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી મુકાઈ ગયા છે અનેક વાર રજૂઆતો કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેથી હવે ખેડૂતોએ ગાંધીનગરમાં ધરણા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે, ઘણાદ ગામમાં દિવસ અને રાત્રી દરમિયાન ખેતરોમાં 40 થી 50ના ટોળા સાથે ઘુડખર છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.


ખેડૂતોએ કલેકટર અને વન વિભાગને પણ કરી છે રજૂઆત

10 ગામના ખેડૂતો દ્વારા અગાઉ ધરણા તેમજ બે વખત કલેકટર કચેરી તેમજ વન વિભાગ સહિતને પદયાત્રા કરી અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેઓનું સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોની માગ છે કે, ઘુડખર અભ્યારણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે છતાં પણ ખેડૂતોના ખેતરોમાં આ વિસ્તારમાં 150 થી 200 જેટલા ઘુડખરો કાયમી વસવાટ કરી રહ્યા છે, જેને લઇ ખેડૂતોના ઉભા પાકને રાત અને દિવસ નુકસાન પહોંચાડે છે.

અમુક ખેડૂતોએ ઉપવાસ કર્યા પણ તંત્ર કઈ કરતુ નથી તેવા આક્ષેપ છે

ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા ખેડૂતોએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરેલ છે છતાં સ્થાનિક તંત્ર કંઈ પણ યોગ્ય પગલાં ન લેતા હોવાનું પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં જો કોઈ કાયમી નિકાલ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે અગાઉ ખેડૂતો દ્વારા ગામડે ગામડે જઈ અને ગ્રામસભાઓ પણ યોજી હતી, લખતર તાલુકાના ઘણાદ ગામે છેલ્લા પાંચ થી સાત વર્ષથી ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ અંગે કોઈ પણ યોગ્ય નિર્ણય નથી લેવાયો ત્યારે ઘણાદ ગામના ભરતભાઈ પટેલ અને અન્ય ખેડૂતો દ્વારા આ અંગે એક દિવસનું અનશન પણ કર્યું હતું.

રાત્રિના સમયે ખેડૂતો ખેતરમાં રાત વિતાવે છે

ત્યારે રાત્રિના સમયે ખેડૂતોને ફરજિયાત પણે રાત ખેતરમાં વિતાવી પડે છે અને ઝુંડના ઝુંડ ઘુડખરો ખેતરમાં ઘૂસી ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે ત્યારે અનેક ખેડૂતોને તો બે બે ત્રણ ત્રણ વાર ખેતરમાં પાક વાવ્યા અને ઘુડખર ખેતરમાં આવી અને તે પાકને નાશ કરી જતા રહે છે ત્યારે એક બાજુ વરસાદ પણ ખેંચાયો છે ત્યારે જગતનો તાત હવે કેવી રીતે વાવણી કરી શકે તે એક પ્રશ્ન બની ગયો છે માટે પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરી અને આ ઘુડખરોને પરત તેમના ઘુડખર અભ્યારણમાં મૂકી દેવા અને આ વિસ્તારમાંથી ખસેડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ઘુડખર અભ્યારણમાં કરોડો રૂપિયાનું ફંડ આ પ્રાણીને સાચવવા માટે આપે છે અને ફક્ત આ પ્રાણીઓ માટે જ ઘુડખર અભ્યારણનું સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

તૈયાર પાકમાં ઘુડખર દોડે છે અને પાકને નષ્ટ કરે છે

કણાદ ગામના અને આજુબાજુના ગામના ખેડૂતોએ એકત્રિત થઈ અને વન વિભાગ તથા ઘુડખર અભ્યારણના ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટર કક્ષાએ પણ આ અંગે રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી પ્રશાસન દ્વારા ખેડૂતોને લોલીપોપ સમાન 15 દિવસનો સમયગાળામાં સમસ્યા હલ કરી દેવાનો વાયદો તો કરાયો હતો પરંતુ સમસ્યા જ્ઞાની ત્યાં જ છે પહેલા ઘુડખરો આવ્યા અને હવે તેમની દિવસેને દિવસે વસ્તી વધતી જાય છે જેના કારણે ખેડૂતોના ખેતરમાં વાવેલા પાકને નુકસાન કરી ઘુડખરો જતા રહે છે ઘુડખરો ખેતરમાં દોડતા હોય તો પણ ખેતરમાં છોડવાને નુકસાન થવાથી ખેડૂતોનો પાક બગડે છે ત્યારે 25 થી 35 વીઘા જમીનમાં તુવેરા કપાસ જેવું ચોમાસું વાવેતર ખેડૂત દ્વારા કરવામાં આવ્યું છે.

ખેડૂતોમાં ઘુડખરના ત્રાસને લઈ રોષ

કણાદ ગામના ખેડૂતોની પરિસ્થિતિનો ચિતાર ચેક કરવા માટે રાત્રિના સમયે ખેતરમાં ગયા હતા ત્યારે હકીકતમાં 50 થી 60 ઘુડખરો ખેતરમાં દેખાયા હતા અને ઘણાદ ગામમાં ખેડૂતો પરિવારોના સભ્યોમાં જે યુવાન સભ્યો છે તે પણ આ સમસ્યાને લઇ ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, યુવાનોને તેમના પરિવારની તો જવાબદારી હોય જ છે પણ સાથે સાથે હવે આ એક નવી જવાબદારી પણ તેમના પરિવાર દ્વારા ગોરખને ખેતરમાંથી દૂર કરવાની સોપતા યુવાનો પણ આ સમસ્યાથી ભારે રોષ જોવા મળ્યો છે.


  • Follow us on: