સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આયોજનબદ્ધ રીતે વિવિધ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓ, કોઝવેને રીપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.


રોડને પેચવર્ક કરીને મોટરેબલ કરવાની કામગીરી આયોજનબદ્ધ રીતે પૂરજોશમાં

જે અંતર્ગત સરા-થાનગઢ-ચોટીલા રોડને રીપેર કરવામાં આવી રહ્યો છે. આ રોડમાં મેટલિંગ કરી પેચવર્ક કરવામાં આવી રહ્યું છે જેથી વાહનોની અવરજવર પ્રભાવિત ના થાય. રાજ્ય સરકારશ્રીની સૂચના અન્વયે જિલ્લાના વિવિધ રોડ રસ્તાઓ અને કોઝવે રીપેરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ ઉપરાંત, ચોમાસા‌ દરમિયાન ભારે વરસાદની સ્થિતિના લીધે જિલ્લામાં જે પણ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તેને યુદ્ધના ધોરણે રીપેર, પેચવર્ક કરીને મોટરેબલ કરવાની કામગીરી આયોજનબદ્ધ રીતે પૂરજોશમાં ચાલી રહી છે.

  • Follow us on: