સુરેન્દ્રનગરના થાનગઢમાંથી પોલીસે વહેલી સવારે દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે. થાનમાં વિદેશી દારૂનું સૌથી મોટું નેટર્વક ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 1.35 કરોડનો દારૂ ઝડપી પડ્યો છે. SMCએ દારૂનું કટિંગ કરતા 8 બુટલેગરને ઝડપ્યા છે. દારૂ આવ્યો પણ થાનગઢ પોલીસ એકદમ અજાણ છે. અગાઉ પણ ચોટીલામાંથી દારૂ ઝડપાયો હતો. PI સહિત 5 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ હતા.


થાનગઢમાંથી 1.35 કરોડનો દારૂ ઝડપી પડ્યો

સ્ટેટ મોનીટરીંગ સેલની વધુ એક રેડ કરી છે. 1.35 કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. વહેલી સવારે SMCએ લાઈવ કટિંગ ઝડપી પાડ્યું છે. થાનગઢ પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. અગાઉ ચોટીલામાં પણ એક કરોડનો દારૂનો વધુનો દારૂનો જથ્થો પકડી પડાયો હતો. આ રેડમાં દારૂનો જથ્થો પકડાયા બાદ અનેક સવાલો ઉભા થયા હતાં.

ફરજમાં બેદરકારીને લઈ PI સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને એક કરોડથી વધુનો દારૂનો જથ્થો પકડી પડાયો હતો. ચોટીલા એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડમાં દારૂનો જથ્થો પકડાયા બાદ અનેક સવાલો ઉભા થયાં હતાં. દારૂબંધી અંગે અનેક સવાલો ઉભા થયા હતાં. ત્યારે ફરજમાં બેદરકારી દેખાઈ આવતાં ચોટીલાના પોલીસ કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવ્યાં છે.


  • Follow us on: