બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામમાં પૈસાની લેતીદેતીને લઈને એક જ કોમના બે જૂથો વચ્ચે ગંભીર અથડામણ થઈ છે. આ અથડામણમાં મહિલા સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના કારણે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પૈસાની લેતીદેતીમાં લાકડીઓ અને પથ્થરથી હુમલો













