ગુજરાતમાં ચાલુ વર્ષના ચોમાસામાં ઉત્તર ગુજરાતમાં થરાદ અને બનાસકાંઠામાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ જવાથી પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. લોકોની ઘરવખરી પણ ખરાબ થઈ જવાથી લોકોનું જીવન કફોડી સ્થિતિમાં મુકાયું હતું. આ વરસાદના પાણી હજી અનેક વિસ્તારોમાંથી ઓસર્યા નથી.
થરાદના લેડાઉ અને જમડા ગામ સંપર્ક વિહોણા
થરાદ જિલ્લાના લેડાઉ અને જમાડા ગામમાં ભારે વરસાદને કારણે ભરાયેલા વરસાદી પાણી છેલ્લા એક મહિનાથી ઉતર્યા નથી. જેના કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. એક મહિનાથી વધુ સમય વિત્યો હોવા છતાં પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. લોકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે 14 કિ.મી જેટલું ફરવુ પડે છે. આ વિસ્તારમાં ગામ અને પ્લોટ વિસ્તારના લોકો એકબીજાથી વિખુટા પડી ગયા છે.













