ઉના તાલુકાના ભાચા ગામે આવેલ ખોડિયારની ધાર પાસે માતા પિતા સાથે સૂતેલા બાળકને દીપડાએ ફાડી ખાધો છે. બે વર્ષીય રાજવીર ભુપતભાઇ સોલંકીનું નિપજ્યું કમકમાટી ભર્યું મોત થયું છે. ભાચા ગામ પહેલા આવેલ ખોડિયાર મંદિરની સામે દેવીપૂજક સમાજની વસાહત આવેલી છે. છેલ્લા 35 વર્ષથી આ લોકો અહીં ઝૂંપડા બનાવીને વસવાટ કરે છે.
ભાચા ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો













