ઉના ના રામનગર ખારા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં 9 માં છેલ્લાં 9 માસથી હેલ્પર જ બધું કામ સંભાળે છે. વાલીઓમાં પણ રાવ ઉઠવા પામી છે કે આંગણવાડી એ આવતા 25 જેટલા બાળકો ને અભ્યાસ નું જ્ઞાન મળવા ના બદલે નાના ભુલકાઓ ધરે આવી ગાળો બોલે છે. જેને લઇને વહેલી તકે રામ નગર ખારા ની આંગણવાડી માં મુખ્ય સેવીકા ની નિમણૂક કરે તેવી માંગ ઉઠવા પામી છે.


25 બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ

મળતી માહિતી પ્રમાણે ઉના શહેરના રામનગર ખારા વિસ્તારમા આવેલ 11 નંબરની આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓ તો છે પણ આ આંગણવાડીમાં ભણતાં 25 બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ છે. અહીં બાળકોની સંભાળ લેવા માટે આંગણવાડી કાર્યકર 9 મહિનાથી નથી.જેથી બાળકોની સંભાળ અને અને શિક્ષણ અધ્ધરતાલ છે. અહીંના આંગણવાડીના હેલ્પર રસોઈ પણ બનાવે છે અને ઓનલાઇન અને ઓફ લાઇન બધા કામ પણ જુવે છે. અહીંના અગાઉના આંગણવાડી કાર્યકર વયમર્યાદા લીધે નિવૃત થતા આંગણવાડીમાં છેલ્લા 9 માસથી રામભરોસે ચાલી રહી છે. અહીં આવતા બાળકોની સારસંભાળ અને પાયો રસોઈ બનાવતા હેલ્પર જોઈ રહ્યા છે.

આંગણવાડી કાર્યકરની વહેતી તકે નિમણૂંકની માગ

આ વિસ્તારના વાલીઓની માંગ છે કે આંગણવાડી કાર્યકરની વહેલી તકે નિમણૂક કરવામાં આવે.જેથી બાળકો શિક્ષણથી વંચિત ના રહે હેલ્પર રસોઈ પણ બનાવે છે અને બાળકોની સંભાળ પણ કરે છે પણ કોઈ ચૂક થાય તો તેના માટે જવાબદાર કોણ..? આંગણવાડીઓ કે જે નાના ભૂલકાંઓનો ભણતરનો પાયો છે.જ્યાં કાર્યકરનું હોવું ખૂબ જરૂરી છે વયમર્યાદાથી નિવૃત્ત થતા કાર્યકરની તંત્રને અગાઉ જાણ જ હતી.તેમ છતાં હજુ કોઈ વ્યવસ્થા નથી કરી. જ્યારે ઉના CDPO એવું જણાવી રહ્યાં છે ગાંધીનગ થી ભરતી થયા બાદ જ કાર્યકર આવશે..


  • Follow us on: