ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 જુલાઈ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 જુલાઈ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Jul 18, 2025 11:29 pm
વડોદરામાં કેનાલમાં કાર ખાબકતા 2ના મોત
વડોદરામાં કેનાલમાં કાર ખાબકતાં બે લોકોના મોત નિપજ્યાં છે. કરજણના દેરોલીમાં નર્મદા કેનાલમાં કાર ખાબકી હતી. આ ઘટનામાં બે લોકોના મોત અને બે લોકોનો બચાવ થયો છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે.
Jul 18, 2025 10:56 pm
સુરતના કરચેલિયા ગામે મોટી બબાલ
સુરતના કરચેલિયા ગામમાં સગીર બાળકીની છેડતીને લઇને મોટી બબાલનો બનાવ સામે આવ્યો છે. દુકાને પેન્સિલ લેવા ગયેલી બાળકીની છેડતી થતાં માથાકૂટ થઈ છે. પોલીસે ફરિયાદ ના લેતા ગ્રામજનો ઉશ્કેરાયા હતાં. ગ્રામજનોએ તોડફોડ કરી દુકાન સળગાવી હતી. પોલીસ પહોંચતા પોલીસનો પણ ઘેરાવ કર્યો હતો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Jul 18, 2025 10:31 pm
દ્વારકામાં નપાના વિવાદીત ચીફ ઓફિસરની બદલી
દ્વારકા નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફિસર ઉદય નસીતની ઉપલેટા બદલી કરી દેવામાં આવી છે. તેમને સરકારી જમીનો પર દબાણનો વિવાદ નડ્યો હતો. તેમનાથી વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓ પણ નારાજ હતા. એક વેપારીએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. જેથી હવે અશ્વિન ગઢવી દ્વારકા નપાના નવા ચીફ ઓફિસર તરીકે નિમાયા છે.
Jul 18, 2025 10:21 pm
ગાંધીનગરના પેથાપુરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
ગાંધીનગરના પેથાપુરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. ડિગ્રી નહીં હોવા છતાં દર્દીઓની સારવાર કરતો હતો. બોગસ ડોક્ટર પોતાના ઘરમાં જ ક્લિનિક ચલાવતો હતો. ગાંધીનગર એસઓજીએ બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી દવાઓ પણ કબજે કરી હતી.
Jul 18, 2025 10:11 pm
બેફામ કાર ચલાવી બે લોકોના જીવ લેનાર પોલીસ પુત્ર ઝડપાયો
ગુજરાતમાં નબીરાઓ દ્વારા બેફામ કાર ચલાવતા અનેક અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. આ ઉપરાંત પોલીસ પુત્રો પણ બેખૌફ બનીને કાર ચલાવી અકસ્માતો સર્જાતા હોવાના બનાવો સામે આવે છે. ત્યારે ભાવનગરમાં એક પોલીસ પુત્રએ બેફામ સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્યો છે. કાર રેસિંગ કરતા પોલીસ પુત્રએ ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં. જેમાં એક યુવક અને એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસ પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
Jul 18, 2025 09:55 pm
SOG પોલીસે રેડ કરતા પાલનપુરમાંથી ડુપ્લીકેટ સર્ટિફિકેટ કૌભાંડ ઝડપાયું
પાલનપુરમાંથી ડુપ્લીકેટ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયુ છે. પોલીસે લાખણીના માધવ ફાઉન્ડેશન પર રેડ કરી છે. આ રેડમાં દેશની જુદીજુદી યુનિવર્સિટીઓના સર્ટિ ઝડપાયા છે. પોલીસે અલગ અલગ સંસ્થાઓના નકલી સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. આરોપી હિતેશ સોલંકીએ એજ્યુકેશનલ ટ્રેનિંગના નામે સંસ્થા બનાવી હતી. જેમાં તે નકલી સર્ટીફિકેટ બનાવતો હતો. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jul 18, 2025 09:28 pm
અમરેલીના વડિયામાં ડબલ મર્ડર
અમરેલીના વડિયામાં ઢૂંઢિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો છે. વૃદ્ધ ખેડૂત દંપતિની હત્યા કરાઈ છે. લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ડબલ મર્ડર કેસમાં તપાસ શરૂ કરી છે.
Jul 18, 2025 09:14 pm
ભાવનગર શહેરમાં ફરી અસામાજીક તત્વોનો આતંક
ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ખેડૂતવાસ વિસ્તારમાં જુની અદાવતમાં મકાનને તોડફોડ કરી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો છે.પોલીસ આવતા અસામાજીક તત્વો ફરાર થઈ ગયા હતાં.
Jul 18, 2025 09:00 pm
માંગરોળના પીપોદરા ગામ પાસે હીટ એન્ડ રન
સુરતમાં હીટ એન્ડ રનમાં આધેડનું મોત, નેશનલ હાઇવે 48 પર હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહન ચાલકે આધેડને અડફેટે લીધા, આધેડનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત,અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો.
Jul 18, 2025 08:41 pm
સુરત પોલીસે દાગીના ચોરતી ગેંગને ઝડપી
ગ્રાહકના સ્વાંગમાં દાગીના ચોરતી ગેંગ ઝડપાઇ, જ્વેલર્સની દુકાનમાં સોના-ચાંદીના દાગીના ચોરતી હતી, સુરત પોલીસે 3 મહિલા સહિત 4ની ધરપકડ કરી, ભરતકુમાર ચોક્સી જવેલર્સમાં ચોરી કરી હતી, 3.92 લાખના દાગીના ચોરી થઇ હતી.
Jul 18, 2025 08:32 pm
લીમખેડાનો હડફ બ્રીજને ભારે વાહનો માટે બંધ
દાહોદ જિલ્લામાં વધુ એક બ્રીજ ક્ષતિ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. લીમખેડાના હડફ બ્રીજને ભારે વાહનો માટે બંધ કરાયો છે. બ્રીજ બંધ કરાતા ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો છે. અમદાવાદ, બાલાસીનોર, સેવાલિયા, ગોધરા થી ઝાલોદ તરફ આવતા વાહનોને લીમખેડા બાયપાસથી વટેડા થઈને લીમડી તરફ રસ્તો આપવામાં આવ્યો છે.
Jul 18, 2025 08:12 pm
દૂધની ટેન્કરોને બંદોબસ્ત અપાયો સાબરકાંઠા: SP
પશુપાલકોના આંદોલનને લઇ સાબરકાંઠા SPનું નિવેદન સામે આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી દૂધની ટેન્કરોને બંદોબસ્ત અપાઈ રહ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે સાબરડેરી દૂધની ટેન્કરો પહોંચાડાઈ રહી છે. આજે સાબરડેરી ખાતે મળેલી બેઠક બાદ પશુપાલકોનું આંદોલન પૂર્ણતાની આરે છે. રોડ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા દૂધના ટેન્કરના વાલ્વ ખોલી લાખો લીટર દૂધનું નુકસાન કરાઈ છે.
Jul 18, 2025 07:58 pm
ટાટા મૃતકોના આશ્રિતોથી લઈ તબીબો સુધી સહાય પૂરી પાડશે
તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનાના પીડિતો પ્રત્યે માનવીય અભિગમ દાખવતા ટાટા સન્સે એક મોટો અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. કંપનીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આશ્રિતો અને ઘાયલોને સહાય પૂરી પાડવા માટે રૂપિયા 500 કરોડના ભંડોળ સાથે 'AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ' ની રચના કરવાની જાહેરાત કરી છે.
Jul 18, 2025 07:42 pm
સાવરકુંડલાના કથાકારનું વિવાદાસ્પદ નિવેદન
રાજુગીરી ગોસ્વામીનું વિવાદાસ્પદ નિવેદન, કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન નિવેદન, બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પહોંચાડતું નિવેદનબ્રાહ્મણો વિધિના નામે ઉંધા ચશ્મા પહેરાવે છેઃ રાજુગીરી, રાજુગીરીના નિવેદનનો બ્રહ્મ સમાજે કર્યો વિરોધ, સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ, રાજુગીરી સામે કાયદેસરની કાર્યવાહીની કરી માગ.
Jul 18, 2025 07:21 pm
અમરેલીમાં રોડ-રસ્તાના ધીમા કામને લઇ ચક્કાજામ
જેસિંગપરાના સ્થાનિકો દ્વારા કરાયો ચક્કાજામ, બગસરા રોડનુ કામ મંથરગતિએ ચાલતું હોવાનો આરોપ, ચારેતરફ ખોદકામથી અકસ્માતનો ભય, સ્થાનિકોના ચક્કાજામને પગલે તંત્ર થયું દોડતું, સ્થાનિકોને સમજાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો.
Jul 18, 2025 07:05 pm
વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન કરી રહેલી મહિલાઓ પર અચાનક લુખ્ખાઓના ટોળાએ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના બાદ ભોગ બનનાર મહિલાઓ ન્યાય મેળવવા માટે ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
Jul 18, 2025 06:45 pm
ડાંગમાં બે લોકોનું ડૂબી જતા મોત
ડાંગમાં બે લોકોનું ડૂબી જતા મોત, ખાતળ માછળી ગામે બની ઘટના, મિલન ધોધમાં ન્હાવા પડેલા યુવકો ડૂબ્યા, ધોધ નજીક પાણી ઉંડુ હોવાથી ડૂબ્યા, બન્ને યુવકોના મૃતદેહ બહરા કઢાયા
Jul 18, 2025 06:33 pm
કાલાવડમાં કોમ્પ્યુટર ઓપરેટરે છેતરપિંડી કરી
કાલાવડ તાલુકાની મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પરાક્રમ કરી સરકારને ધૂંબો માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. નાયબ મામલતદાર અને ફરિયાદીની જાણ બહાર લૉગિન ID અને પાસવર્ડનો દુરુપયોગ કરીને 16 લાભાર્થીઓના ખાતાઓ ફરી શરૂ કરી લીધા બાદ સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાંથી 9.54 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
Jul 18, 2025 06:16 pm
ભાવનગરમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા
ભાવનગરમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા છે. જેસર પંથકમાં થેલીમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતે પોતાની વાળીમાં નાખવા માટે ખરીદેલા ખાતરમાંથી પથ્થર જેવી વસ્તુંઓ નિકળતા તેણે પાણીમાં રાખીને ચેક કરતા ઓગળ્યા ન હતા.
Jul 18, 2025 05:55 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
2. Ahmedabad News : AMC હરકતમાં, કરોડોના ખર્ચે બનેલા રોડની કપચી ઉખડતા કોન્ટ્રાક્ટરને નોટિસ
3.TMKOC: શું તારક મહેતાની આ અભિનેત્રી છોડી દેશે શો? સામે આવી ચોંકાવનારી માહિતી
5. India Vs England: મોહમ્મદ સિરાજ અંગે ટીમ ઈન્ડિયાના કોચનું ચોંકાવનારું નિવેદન, જુઓ Video
6.Sabarkantha News: પશુપાલકોના આંદોલન વચ્ચે સાબરડેરીએ પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો
7.Kiara Advaniની લાડલી દિકરીને લઈ ઘરે પહોંચી, સિદ્ધાર્થનો પુત્રી સાથેનો ફોટો વાયરલ
8.Chhotaudepurમાં સામાન્ય વરસાદમાં સુખી ડેમના કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતો થયા ચિંતિત
9. Rajkot News : લોકમેળાને લઈ મોટા સમાચાર, RCC ફાઉન્ડેશન ફરજિયાત નહીં, સોઈલ ટેસ્ટ માન્ય રહેશે
Jul 18, 2025 05:26 pm
અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવનારને નોટિસ
અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવનારને નોટિસ, રાણીપમાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ, રોડ બન્યા બાદ કપચીનું પડ ઉખડી જતા નોટિસ, વિજય ઈન્ફ્રાકોન નામના કોન્ટ્રાકટરને નોટિસ, RKP પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને નોટિસ, 3.5 થી 4 કરોડના ખર્ચે બને છે વ્હાઇટ ટોપિંગ રોડ, 1200 મીટરનો ટોપિંગ રોડ બનાવવાનું આયોજન હતું, રોડ કમિટી ચેરમેન જયેશ પટેલનું નિવેદન, ‘રોડ બનાવવા એક વર્ષની સમય મર્યાદા આપી હતી’,કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે રોડનું સમારકામ કરવા સૂચના.
Jul 18, 2025 05:17 pm
ખાંભામાં પાણીની ટાંકી ધરાશાયી
અમરેલીના ખાંભામાં પાણીની ટાંકી ધરાશાયી, મોટા બારમણ ગામ નજીક બની ઘટના, 7 ગામને પાણી પુરુ પાડતી ટાંકી ધરાશાયી થઇ, લાખો લીટર પાણી રસ્તા પર આવતા રસ્તો બંધ, ખાંભા - નાગેશ્રી હાઇવે પર પાણી આવતા રસ્તો બંધ, 20 વર્ષ પહેલા બનાવેલી ટાંકી અચાનક ધારાશાયી.
Jul 18, 2025 05:05 pm
સાબરડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સૌથી મોટો નિર્ણય
સાબરડેરીએ પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો,990ની જગ્યાએ 995 ભાવ નક્કી કરાયો,પ્રતિકિલો ફેટે 5 રૂપિયાનો વધારો જાહેર,સાબરડેરીની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય,ભાવફેરની વધઘટ ઝડપથી અપાશે.
Jul 18, 2025 04:49 pm
અમદાવાદ પોલીસે ખંડણીખોરની ધરપકડ કરી
શાકભાજીની લારી અને પાથરણા પર વેપાર કરતાં ગરીબો પાસેથી ખંડણી પડાવતા આરોપીની ગાયકવાડ હવેલી પોલીસે ધરપકડ કરી છે. જો કોઈ વેપારી અથવા મહિલા ખંડણી પેટે રૂપિયા ન આપે તો આરોપી અને માર પણ મારતો હતો. ખંડણીખોર વિરુદ્ધ બે ફરિયાદ નોંધાતા તે અમદાવાદ છોડી ફરાર થયો હતો. ધરપકડ ટાળવા ઘણા નાટક પણ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Jul 18, 2025 04:36 pm
રાજકોટમાં મેળાને લઇ SOP જાહેર
રાજકોટમાં લોકમેળાને લઇ મોટા સમાચાર, સરકારે મેળાને લઇ SOP જાહેર કરી, મેળામાં RCC ફાઉન્ડેશન ફરજિયાત નહીં, મેળામાં સોઈલ ટેસ્ટ માન્ય રહેશે, અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર લઈ શકશે.
Jul 18, 2025 04:27 pm
પશુપાલક આંદોલન મામલે બેઠક
સાબર ડેરીમાં પશુપાલક આંદોલન મામલે બેઠક, બેઠકમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા હાજર, દૂધના ભાવ વધારા સહિતની અન્ય બાબતો પર ચર્ચા, જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો પણ હાજર, ડેરીના ચેરમેન, એમડી, નિયામક મંડળના આગેવાનો હાજર.
Jul 18, 2025 04:15 pm
સુરતમાં હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાય
સુરત શહેરમાં નિર્દોષ લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી એક સંગઠિત ગેંગ, જેને "મશરૂ ગેંગ" તરીકે ઓળખવામાં આવે છે, તેને સુરત શહેર SOG પોલીસે ઝડપી પાડી છે.
Jul 18, 2025 03:51 pm
વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૮૧ હેલ્પલાઇન હેઠળ ₹15 કરોડથી વધુની બજેટ જોગવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર મહિલા સલામતીને લઈને કેટલી ગંભીર છે, તે અભયમ ૧૮૧ હેલ્પલાઇન માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઈના આંકડાઓ પરથી સમજી શકાય છે. રાજ્ય સરકારે છેલ્લા ૩ વર્ષમાં અભયમ ૧૮૧ હેલ્પલાઇન માટે કુલ ₹૩૭ કરોડ ૭૮ લાખની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨-૨૩માં અભયમ હેલ્પલાઇન માટે ₹૧૦ કરોડ ૫૦ લાખ ફાળવ્યા હતા, ત્યારબાદ વર્ષ ૨૦૨૩-૨૪માં ₹૧૨ કરોડ ૫૦ લાખ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ₹૧૪ કરોડ ૭૮ લાખની ફાળવણી કરવામાં આવી. સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે અભયમ ૧૮૧ હેલ્પલાઇન માટે ₹૧૫ કરોડ ૦૨ લાખની બજેટ જોગવાઇ મંજૂર કરી છે. આ આંકડાઓ સૂચવે છે કે રાજ્ય સરકાર અભયમ ૧૮૧ હેલ્પલાઇન થકી મહિલા સુરક્ષાનું માળખુ સતત મજબૂત બનાવી રહી છે.
Jul 18, 2025 03:50 pm
મહિલાઓએ પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે
જ્યારે ૨.૦૯ લાખ કિસ્સાઓમાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ રેસ્ક્યુ વાન તથા કાઉન્સેલિંગ જેવી સેવાઓ અનેક મહિલાઓ માટે પારિવારિક અશાંતિ વચ્ચે સુખ-શાંતિનું સરનામું બની છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની આ સેવાનો રાજ્યની મહિલાઓ સરળ રીતે ઉપયોગ કરી શકે તે હેતુથી ૬ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ અભયમ ૧૮૧ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. રાજ્યની ૨.૭૩ લાખથી વધુ મહિલાઓએ પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.
Jul 18, 2025 03:45 pm
અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે ૫૯ રેસ્ક્યુ વાન કાર્યરત
અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા રાજ્યની મહિલાઓને 24X7 નિઃશુલ્ક સેવા મળી રહી છે. રાજ્યની મહિલાઓ તેમની સમસ્યાઓનું ત્વરિત નિવારણ મેળવી શકે તે હેતુથી કુલ ૫૯ રેસ્ક્યુ વાન કાર્યરત છે. તેમાંથી સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં ૧૨ રેસ્ક્યુ વાન કાર્યરત છે. તાકીદની પરીસ્થિતિમાં અભયમ રેસ્ક્યુ વાન કાઉન્સિલર સાથે ઘટનાસ્થળ પર પહોંચીને મહિલાઓની સમસ્યાનું સમાધાન કરે છે. અત્યારસુધીમાં, રેસ્ક્યુ વાન દ્વારા ૩.૩૧ લાખ મહિલાઓને મદદ કરીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે.
Jul 18, 2025 03:40 pm
મહિલા વિરોધી ગુનાઓ સામે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ તેમજ બાળકીઓ સહિત દરેક વયજૂથની મહિલાઓને સંકટ સમયે સહાય કરવાના હેતુથી માર્ચ, ૨૦૧૫માં અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરી હતી. ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક અત્યાચાર, છેડતી સહિતના મહિલા વિરોધી ગુનાઓ સામે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન મહિલાઓ સાથે અડીખમ બનીને ઊભી રહી છે.
Jul 18, 2025 03:36 pm
2.73 લાખથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી અભયમ 181 મોબાઈલ એપ્લિકેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર રહી છે. આ દિશામાં રાજ્ય સરકારનું એક ક્રાંતિકારી પગલું છે, અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન. છેલ્લા ૧૦ વર્ષોમાં રાજ્યની ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને મુશ્કેલ સમયમાં મદદ મેળવી છે.
Jul 18, 2025 03:24 pm
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં અધિકારી સામે કાર્યવાહી
તત્કાલીન ઓફિસર સંદીપ ઝાલા સામે કાર્યવાહી, અધિકારીને મળવાપાત્ર પગાર પર 3 વર્ષ માટે રોક, સંદીપ ઝાલાને 3 વર્ષ માટે પગાર-ભથ્થા નહીં મળે, SITના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે કરી એફિડેવિટ, હાઇકોર્ટના કડક વલણ બાદ અધિકારી સામે એકશન, પીડિતોના વકીલની હાઇકોર્ટ રજૂઆત, મૃતકોને 2 કરોડ, ઘાયલોને 50 લાખ આપવા રજૂઆત.
Jul 18, 2025 03:21 pm
માછલીના પેટના ભાગે સંશોધન થયું
પ્રોફેસર ધવલ ભટ્ટ નું માનવું છે કે, આ માછલીઓ માનવી ખાય તો લાંબાગાળે તેમના શરીર પર અસર થઇ શકે પરંતુ હાલ માછલીના પેટના ભાગે સંશોધન થયું છે. જયારે માનવી તેના મસલ્સને આરોગે છે ત્યારે વધુ સંશોધન બાદ જ માનવી પર કેટલા અંશે અસર થાય તે ખબર પડે.
Jul 18, 2025 03:21 pm
મગરો પર આ સર્વે કરવામાં આવ્યો નથી
જે મુખ્યત્વે પેકેજીંગ, ચંપલ ,બાંધકામના ઉત્પાદન માટે વપરાતા પોલીમરના હોવાનું બહાર આવ્યું. ઉપરાંત માછીમારો દ્વારા ઉપયોગમાં લેવાતા ઝાળના ટુકડા અને અન્ય પ્લાસ્ટિક કણ મળી આવ્યા જે ખુબ હાનિકારક છે. પ્રોફેસર ધવલ ભટ્ટ નું કહેવું છે કે, નદીમાં વસતી માછલીઓ જ નહિ અનેક જળચર આ પ્રદુષણનો શિકાર છે. અગાઉ દરિયાના જળચર જીવોના સર્વેમાં પણ પ્લાસ્ટિક વેસ્ટ તેમના પેટમાંથી મળ્યો હતો. જોકે મગરો પર હજુ આ સર્વે થયો નથી.
Jul 18, 2025 03:21 pm
માછલી પર પ્લાસ્ટિકના કણ જોવા મળ્યા
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ઝૂઓલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અહીંના પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ વિવિધ સંશોધન અભ્યાસક્રમના ભાગ હેઠળ કરતા હોય છે. ત્યારે તાજેતરમાં જ ઝૂઓલોજીના વિદ્યાર્થીઓએ પ્રોફેસર ધવલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ નર્મદા નદીની 200 જેટલી બોય અને લેવટા માછલીઓ પર સંશોધન કર્યું હતું. ફોરિયર ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ સ્પેક્ટરોસ્કોપીની મદદથી તેમના પેટનો સર્વે કરાતા તેમાંથી 82 ટકા માછલીઓમાં 2 mmથી નાના પ્લાસ્ટિકના કણ, દોરા જોવા મળ્યા.
Jul 18, 2025 03:20 pm
Narmada News : નર્મદા નદીની માછલીઓ પ્રદૂષણનો શિકાર બની, એક સંશોધનમાં થયો મોટો ખુલાસો
નર્મદાને માતા તરીકે પૂજવામાં આવે છે. અને નદીમાં અનેક જળચર જીવો વસવાટ કરે છે. અને નદી અહીં માછીમારો માટે જીવાદોરી છે. ત્યારે નર્મદાની માછલીઓ પ્રદુષણનો શિકાર થતા તેને આરોગતા માનવી સહિત અન્ય જીવો માટે ઘાતક બને તેવી આશંકા છે.
Jul 18, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
02 - Sabarkantha News : વિપક્ષના નેતાનું મોટું નિવેદન, પશુપાલકોને લઈને આપ્યું અલ્ટિમેટમ
04 - World News: Tariff મામલે શું બોલ્યા Donald Trump, WTOમાં શેનો ફેંક્યો પડકાર?
05 - Gandhinagar News : કલોલમાં એસિડ એટેક મામલે પોલીસની ત્વરિત કાર્યવાહી, આરોપી ઝડપાયો
06 - TMKOC: તારક મહેતાના 'માધવી ભાભી' પીવે છે સિગારેટ? અભિનેત્રીએ કર્યો શોકિંગ ખુલાસો
07 - Navsari News : નવસારીની પૂર્ણા નદીમાં 2 યુવકો ડૂબ્યા, પિતૃ તર્પણ માટે આવ્યા હતા નદી કિનારે
09 - Golden Templeને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો ઝડપાયો
Jul 18, 2025 02:52 pm
મચ્છુ નદીનો પુલ જોખમી છે
મોરબીના વાંકાનેર કુવાડવા, હળવદના ટીકર પાસે બ્રાહ્મણી નદી પરનો બ્રિજ અને માળિયા પિપળીયા હાઈવેપર માળિયા પાસે આવેલો મચ્છુ નદીનો પુલ જોખમી છે જેથી કરીને હાલમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી કરીને વાહનચાલકોને આશરે 50 કિલોમીટર દૂર સુધી વાહનો ફેરવીને ચલાવવા પડે છે.
Jul 18, 2025 02:52 pm
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની કામગીરી ચાલુ છે
મોરબી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગની ટિમ દ્વારા જિલ્લાભરમાં તેમના વિભાગ હેઠળના બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 11 મેજર અને 65 માઇનોર મળી કુલ 76 બ્રિજ તપાસવામાં આવ્યા હતા. આ દરમિયાન હળવદ તાલુકાના હરિપર–કોયબા વચ્ચેનો બ્રિજ જોખમી નીકળ્યો હતો. આ બ્રિજ નવો મંજુર થયો છે. જે રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે. હાલ આ બ્રિજ ઉપર ભારે વાહન માટે પ્રતિબંધ મુકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી ચાલુ છે.
Jul 18, 2025 02:52 pm
Morbi News : મોરબીમાં 79 બ્રિજનું ઈન્સ્પેકશન કરાયું, 3 બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકાયો
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્યના બધાય પુલોની ચકાસણી કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી જિલ્લાના 76 બ્રિજનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું છે, તો સાથે મોરબી જિલ્લામાં 3 બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Jul 18, 2025 02:48 pm
સાબર ડેરી ભાવ ફેર વિવાદમાં AAPએ ઝંપલાવ્યું
AAP મોડાસામાં કરશે ખેડૂત-પશુપાલક મહાપંચાયત, 23 જુલાઇએ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ આવશે, 24 જુલાઇએ ડેડિયાપાડામાં પણ જનસભા સંબોધશે, ડિડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં સભા કરશે.
Jul 18, 2025 02:39 pm
ગાંધીનગરના છત્રાલમાં એસિડ એટેકમાં કાર્યવાહી
મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર ઝડપાયો, પોલીસે આરોપી અશોક રાવતને ઝડપી પાડ્યો, મહિલા હોમગાર્ડે રીક્ષા રોકતા રિક્ષાચાલકે કર્યો હુમલો, મહિલા હોમગાર્ડ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ, પ્રાથમિક સારવાર આપી રહ્યા છીએ: તબીબ, પેશન્ટ એકદમ સ્વસ્થ અને નોર્મલ છે: તબીબ, સમગ્ર મામલે કલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jul 18, 2025 02:29 pm
વીરપુર પાસેથી પોલીસે થાર ચાલકની અટકાયત કરી
વીરપુર પાસેથી પોલીસે થાર ચાલકની અટકાયત કરવામાં આવી છે, કારમાં સવાર મહિલાએ પોલીસને અપશબ્દો કહ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જેતપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે થાર ચાલક અને મહિલા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.
Jul 18, 2025 02:28 pm
Jetpurમાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરાયો
રાજકોટના જેતપુરમાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ચોકીધાર ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે, પોલીસે થાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો પણ બેફામ કારચાલકે પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરતા, થાર ચાલકે કોન્સ્ટેબલને પગના ભાગે ઈજા પહોંચી છે.
Jul 18, 2025 02:17 pm
છત્તીસગઢનો બહુચર્ચિત દારૂ કૌભાંડ કેસ
પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા, એક્સાઇઝ કૌભાંડનો આંકડો વધીને રૂ 3200 કરોડ થયો, કૌભાંડમાં આંકડો સામે આવતા એજન્સી દ્વારા તપાસ, ભિલાઇ સ્થિત ભૂપેશ બઘેલના નિવાસ સ્થાને દરોડા, દરોડાની વચ્ચે ભૂપેશ બઘેલ વિધાનસભા પહોંચ્યા, વિધાનસભામાં ભૂપેશ બઘેલ ઝીંદાબાદના નારા લાગ્યા.
Jul 18, 2025 02:03 pm
નવસારી પુર્ણા નદીમાં બે યુવાનો ડૂબ્યા
પુર્ણા નદી કિનારે તર્પણ કરવા ગયેલા બે પિતરાઈ ભાઈઓ ડૂબ્યા છે, તર્પણ કરવા ગયેલા બંને યુવાનોના પગ લપસતા તેઓ નદીમાં ગરકાવ થયા હતા, પુર્ણા નદીનાના પાણીમાં ડૂબેલા એક યુવાનને બચાવી લેવાયો છે, બન્ને યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા જેના કારણે તેમને બચાવવા મુશ્કેલ હતા, પરંતુ એક યુવાન અધ વચ્ચે હોવાથી તેને બચાવી લેવામાં આવ્યો છે. બન્ને મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમગ્ર ઘટનામાં પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
Jul 18, 2025 02:02 pm
પાણીમાં ડૂબતા એકનું મોત, એક ભાઇનો બચાવ
પિતૃ તર્પણની વિધી કરવા માટે નવસારીની પૂર્ણા નદીમાં યુવાનો આવ્યા હતા જેમાં 2 યુવાનોના મોત થયા છે અને એક યુવાનનો બચાવ કરવામાં આવ્યો છે, જે યુવાનનો બચાવ કરવામાં આવ્યો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, મનપાના ફાયર જવાનોએ મૃતદેહને બહાર કાઢ્યો છે, અને સ્થાનિક તરવૈયાઓએ એક યુવકને બચાવ્યો છે.
Jul 18, 2025 02:01 pm
Navsari News : નવસારીની પૂર્ણા નદીમાં 2 યુવકો ડૂબ્યા, પિતૃ તર્પણ માટે આવ્યા હતા નદી કિનારે
નવસારીની પૂર્ણા નદીમાં બે યુવકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે, તો એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે, પિૃત તર્પણની વિધી કરાવવા માટે યુવાનો આવ્યા હતા અને આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, નદી કિનારે તર્પણ કરવા ગયેલા બે ભાઇ ડૂબ્યા છે, પોલીસે અને ફાયર વિભાગ મદદ માટે દોડી આવ્યું.
Jul 18, 2025 01:37 pm
અરજદારો મામલતદાર કચેરી દિયોદરનો સંપર્ક કરી શકે છે
અરજદારોએ અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, ઉંમરનો પુરાવો (એલ.સી.), ઓળખપત્ર (આધારકાર્ડ/મતદાર કાર્ડ/રેશનકાર્ડ), જાતિ પ્રમાણપત્ર, રોજગાર કચેરીમાં નામ નોંધાયેલ હોય તો તેની નકલ, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર (ફોજદારી ગુનો ન હોવાનો પુરાવો), ત્યકતા/વિધવા હોવાનો દાખલો (જો લાગુ પડે તો), બેંક પાસબુક ની ઝેરોક્ષ, મુજબના ડોક્યુમેન્ટ જરૂરી આધાર પુરાવા સાથે જોડવાના રહેશે. આ અંગેની વધુ વિગતો અને શરતો માટે અરજદારો મામલતદાર કચેરી દિયોદરનો સંપર્ક કરી શકે છે.
Jul 18, 2025 01:37 pm
નિરાધાર મહિલાઓને અગ્રતા આપવામાં આવશે
અરજદારોએ મામલતદાર કચેરી દિયોદરમાંથી અરજી ફોર્મ મેળવીને તા.૨૫/૦૭/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં. આ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પાસ તથા ઉંમર મર્યાદા ૨૦ વર્ષની તેમજ મહત્તમ ઉંમર સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે ૫૫ વર્ષ જ્યારે અનામત કેટેગરી માટે ૫૮ વર્ષની રહેશે. સ્થાનિક, વિધવા અને ત્યકતા, નિરાધાર મહિલાઓને અગ્રતા આપવામાં આવશે.
Jul 18, 2025 01:37 pm
Banaskantha News : દિયોદર તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર વ્યવસ્થાપકની ભરતી અંગેનું જાહેરનામું
બનાસકાંઠાના દિયોદર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપકની જગ્યા તદ્દન હંગામી ધોરણે અને ઉચ્ચક માનદ વેતનના ધોરણે ભરવાની થાય છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં ૧૪ - મોજરૂ નવા પ્રા.શાળા, ૩૫ - મેસરા પ્રા.શાળા, ૬૦ - પાલડી પરૂ પ્રા.શાળા, ૮૧ - ચિભડા પ્રા.શાળા, ૧૮૬ - વિસાનગર (કો) પ્રા.શાળા ખાતે જગ્યાઓ ભરવાની થાય છે.
Jul 18, 2025 01:25 pm
તલસાણા ખાતે ક્ષતિગ્રસ્ત માર્ગોમાં પેચવર્કની કામગીરી કરવામાં આવી
જે અંતર્ગત આજે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા લખતરના તલસાણા ખાતે ક્ષતિગ્રસ્ત માર્ગોમાં પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિતના સંબંધિત વિભાગો દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓને દુરસ્ત કરવા માટે યુદ્ધના ધોરણે મેટલ પેચ અને ડામર પેચની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે વેટમિક્સ, મેટલ પેચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તદુપરાંત જેસીબી, રોલર, ડમ્પર, ટ્રેક્ટર અને માનવબળને ક્ષતિગ્રસ્ત માર્ગો પર ઉતારી દેવામાં આવ્યા છે. બાકીના ખાડાઓની કામગીરી પણ ઝડપથી આગળ વધી રહી છે અને તાત્કાલિક પૂર્ણતા લાવવાનો નિર્ધાર રાખવામાં આવ્યો છે.
Jul 18, 2025 01:25 pm
Surendranagar News : માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા લખતરના તલસાણા ખાતે પેચવર્કની કામગીરી કરવામાં આવી
ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરે બિસ્માર થતા નાગરિકોને તકલીફ ન પડે તે માટે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી સત્વરે પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ રોડ-રસ્તા મરામત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
Jul 18, 2025 01:20 pm
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક
ગોમતીપુરમાં ત્રણ ગાડીના કાચ તોડ્યા, પટેલ પરમાનંદની ચાલીમાં આતંક મચાવ્યો, બાળકને પથ્થર વાગતા બોલાચાલી થઇ હતી, બોલાચાલી બાદ ત્રણ ગાડીના કાચ તોડ્યા, 5 લોકો વિરુદ્ધ ગોમતીપુર પોલીસ મથકે ફરિયાદ.
Jul 18, 2025 01:04 pm
રસ્તાઓ પર થયેલ નુકસાનીનો સરવે કરવામાં આવ્યો
આ ઉપરાંત, હાલ ચોમાસામાં વધુ વરસાદના લીધે અનેક રસ્તાઓને નુકસાન થયું છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકના દરેક તાલુકાના રસ્તાઓ પર થયેલ નુકસાનીનો સરવે કરી, નાગરિકોને અગવડ ન પડે તે માટે આ રસ્તાઓ યુદ્વના ધોરણે રિપેર કરવા તાંત્રિક સ્ટાફ સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ અમદાવાદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવાયું છે.
Jul 18, 2025 01:04 pm
૩૯ રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે
અમદાવાદ જિલ્લામાં માર્ગ અને વિભાગ પંચાયત દ્વારા આજ દિન સુધી દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ધોલેરા, વિરમગામ અને માંડલ તાલુકાના સર્વે કરાયેલ રસ્તાઓ પૈકી કુલ-૩૯ રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ ૩ રસ્તા પર ડામરપેચની કામગીરી ચાલુ છે. ઉપરાંત અન્ય ત્રણ રસ્તાની બન્ને બાજુ પર નડતરરૂપ ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ છે અને એક રસ્તા પર કામગીરી પ્રગતિમાં છે તથા અન્ય રસ્તાઓમાં પેચવર્ક અને બાવળ કટિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આ કામગીરીમાં જેસીબી, ડમ્પર, ટ્રેક્ટરનો ઉપયોગ કરી મજૂરો દ્વારા સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
Jul 18, 2025 01:03 pm
Ahmedabad News : અમદાવાદ જિલ્લામાં માર્ગ અને વિભાગ પંચાયત હસ્તકના 39 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ
રાજ્યના નાગરિકોને અવરજવરની સુવિધામાં મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો મુજબ અમદાવાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે.
Jul 18, 2025 12:49 pm
વાંચનમાં તથા આરામ માટે ઉપયોગી નીવડે તે પ્રકારે તૈયાર કરાઈ ખુરશી
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન-NIDના પ્રોફેસર એલ.સી ઉજાવને અને ગાર્ગી રાય ચૌધરીના માર્ગદર્શનમાં વૈદેહી ઝા, ભાવિકા શર્મા, અબીરામી બી, અભિષેક રાજગુરુ, વંશ પટેલ, કવિશ હરિહરણ અને રાજ ઠાકરે સહિતના વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલી આ તમામ પ્રકારની ખુરશીઓ સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે, ભોજનમાં, વાંચનમાં તથા આરામ માટે ઉપયોગી નીવડે તે પ્રકારે તૈયાર કરવામાં આવી છે.
Jul 18, 2025 12:49 pm
લો સીટિંગ માટેની રુઆ ખુરશી પણ બનાવવામાં આવી
આ એક્ઝિબિશનમાં NIDમાં ફર્નિચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મટિરિયલમાંથી અવનવી ડિઝાઇનની આકર્ષક ખુરશીઓ બનાવીને રજૂ કરવામાં આવી છે. જેમાં ટિકવુડ અને કોટન પટ્ટીમાંથી તૈયાર કરેલી લો સીટિંગ માટેની રુઆ ખુરશી, ટિકવુડ અને કેનમાંથી બનેલી વજનમાં હળવી એવી તાના ખુરશી, ટિકવુડ અને કેનમાંથી બનેલી તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી અગમ ખુરશી, કેનવાસ અને મેટલમાંથી બનેલી પક્ષીના માળા જેવી ડિઝાઇનની ઘોસલા ખુરશી, સાગ અને મેટલ રિંગમાંથી બનેલી આહાર ખુરશી, મેટલ અને ફ્લેક્સિપ્લાયમાંથી બનેલી આટમ ખુરશી અને ટિકવુડમાંથી બનેલી તપશીલ ખુરશી જેવી વિવિધ ડિઝાઇન રજૂ કરવામાં આવી છે.
Jul 18, 2025 12:47 pm
Ahmedabad News : NID ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલી આકર્ષક ખુરશીઓનું એક્ઝિબિશન યોજાયું
અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન-NIDના બેચલર ઇન ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી આકર્ષક ખુરશીઓના એક્ઝિબિશન ‘સીટ-ચ્યુએશન: ડિઝાઇન પ્રોજેક્ટ વન’નું NID એક્વેરિયમ ખાતે આયોજન કરાયું છે. જે આજ દિન સુધી નીહાળી શકાશે.
Jul 18, 2025 12:26 pm
ગાંધીનગરના કલોલના છત્રાલમાં પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક થયો
મહિલા હોમગાર્ડએ રીક્ષા રોકતા અદાવતમાં હુમલો કરાયો, રિક્ષા ચાલકે પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કર્યો, એસિડ એટેકમાં એક મહિલા દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી, સમગ્ર મામલે કલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jul 18, 2025 12:13 pm
કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે, 18 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.
Jul 18, 2025 12:12 pm
મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, સાનુકૂળ સંજોગોમાં અતિભારે વરસાદ પડી શકે છે, મહેસાણા, પાટણ, કચ્છમાં પણ વરસાદ પડી શકે છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જૂલાઇ મહિનાના અંત ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં જુલાઈ મહિનામાં 4 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, સૌરાષ્ટ્રમાં 30-31 જુલાઇ આસપાસ ભારે વરસાદ પડી શકે છે.
Jul 18, 2025 12:11 pm
વાવાઝોડાની શક્યતા દેખાઇ રહી નથી : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, વાવાઝોડાની હાલમાં કોઈ શકયતા દેખાઈ રહી નથી, 23 જુલાઈ બાદ રાજયમાં વરસાદ ભારે પડી શકે છે, અને 28 જૂલાઇ આસપાસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે, પંચમહાલ, વડોદરા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે તેવી સંભાવના સેવાઈ રહી છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
Jul 18, 2025 12:10 pm
Weather News : રાજયમાં વરસાદને લઈ ચિંતાજનક સમાચાર, અંબાલાલ પટેલે કહ્યું, હાલમાં ભારે વરસાદની કોઇ સંભાવના નથી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમનું કહેવું છે કે, રાજયમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે અને રાજયમાં હાલમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી, કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેશે, બંગાળના સાગરમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે જેના કારણે છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.
Jul 18, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - PM Kisan Samman Nidhi: આજે જમા થઇ શકે 2000 રૂપિયા ! આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેટસ કરો ચેક
02 - Happy Birthday Smriti Mandhana: ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના છે કરોડોની માલિક!
03 - Pakistan News: સાબરી બ્રધર્સના 3 કવ્વાલની ગોળીમારી હત્યા, લગ્નમાં સંગીત સંધ્યામા જઇ રહ્યા હતા
04 - Narmada News: ગુજરાત વાસીઓ માટે સારાં સમાચાર, નર્મદા ડેમની સપાટીમાં 70 સેમીનો વધારો
05 - Akshay Kumarએ સ્ટંટમેન રાજુના મૃત્યુ બાદ કર્યું ઉમદા કાર્ય, જાણો
06 - Rajkot News : રાજકોટના સરકારી તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ !
07 - METAએ ટ્રાન્સલેશનમાં કર્યો છબરડો, કર્ણાટકના CM સિદ્ધારમૈયા ખુબ થયા નારાજ
Jul 18, 2025 11:51 am
નિયુક્ત કરેલા પ્રાઇવેટ સર્વેયર પણ કરે છે ડિજિટલ ક્રોપની કામગીરી
જે બાબતે જિલ્લાના ખેડૂતોને તેમના ખેતરે ઉપરોક્ત સર્વેની કામગીરી દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયુક્ત કરેલા પ્રાઇવેટ સર્વેયર/વી.સી.ઈ.ને સહયોગ આપવા જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, આગામી ખરીફ સિઝન માટે જો કોઈ આ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માટે ગામના કોઈ પણ ઇચ્છુક વ્યક્તિ (વિદ્યાર્થી, ગામના જાણકાર વ્યક્તિ, પ્રગતિશીલ ખેડૂત, ફાર્મર ફ્રેન્ડ, એન.જી.ઓ.ના પ્રતિનિધિ, સખી મંડળના પ્રતિનિધિ, કૃષિ સખી વેગેરે) કે જેઓ એન્ડ્રોઇડ મોબાઈલના ઉપયોગની જાણકારી ધરાવતા હોય તો તેમને ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી/ ગ્રામ સેવક તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીનો તેમજ જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) સુરેન્દ્રનગરની કચેરીનો સંપર્ક કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.
Jul 18, 2025 11:51 am
એગ્રીસ્ટેક યોજના અંતર્ગત વર્ષ 2025-26માં ખરીફ સિઝનથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ
નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, એગ્રીસ્ટેક યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ સિઝનથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લાના તમામ ગામમાં તાલુકા કક્ષાએથી નક્કી થયેલા સર્વેયર દ્વારા જિલ્લાના તમામ ગામના સર્વે નંબર મુજબ ખેડૂતો દ્વારા કયા પાકોનું વાવેતર કરેલું છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
Jul 18, 2025 11:39 am
લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટથી રાહત નહી
નોકરી કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને રાહત નહી, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પર સ્ટે મુકવાનો કર્યો ઇન્કાર, નીચલી કોર્ટમાં ટ્રાયલ પર સ્ટેની અરજી ફગાવી, નોકરી કૌભાંડ કેસમાં હાઇકોર્ટમાં ચાલી રહી છે ટ્રાયલ, HCની સુનાવણીને લાલુએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, કેસની સુનાવણી હાઇકોર્ટમાં જ થશે:સુપ્રીમ કોર્ટ.
Jul 18, 2025 11:39 am
HCના આદેશ બાદ અમદાવાદ પોલીસની ડ્રાઇવ
વૈષ્ણવદેવી સર્કલ પાસે પોલીસની ડ્રાઇવ શરુ, શહેરના અલગ-અલગ પોઇન્ટ પર ડ્રાઇવ, હાઇકોર્ટની ટકોર બાદ પોલીસ એક્શનમાં, રોંગ સાઇડ, હેલ્મેટના નિયમોને લઇ ડ્રાઇવ, આગામી એક સપ્તાહ સુધી ચાલશે ડ્રાઇવ.
Jul 18, 2025 11:10 am
મેડિકલ કોલેજના ડીન ડો.ભારતીનું નિવેદન
આ સમગ્ર ઘટનામાં મેડિકલ કોલેજના ડીનનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, ડોકટરો પ્રેકટિસ કરે છે તેવા આરોપનો લેટર મળ્યો છે જેમાં તપાસ માટે કમિટી પણ રચવામાં આવશે અને તપાસ બાદ આરોગ્ય વિભાગને રીપોર્ટ સોંપવામાં આવશે, નિયમ મુજબ જે ડોકટર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તે ડોકટર ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી શકતા નથી, તબીબોએ બાયોમેટ્રિક હાજરી પુરાવવી ફરજિયાત છે અને સરકારી હોસ્પિટલમાં ફૂલ ટાઇમ હાજર રહેવું જરૂરી છે, સરકારી સેવાનો સવારે 9 થી 5 વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે, CM સેતુમાં જે તબીબો હોય છે તેમને સરકારી સમયમાં હાજર રહેવાનું હોય છે. વાયરલ થયેલા પત્રમાં ખરેખર કેટલું સત્ય છે તે તો તપાસ બાદ જ સામે આવશે.
Jul 18, 2025 11:10 am
સરકારી ડોકટર ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ
રાજકોટમાં ડોક્ટરોના નામજોગ એક લેટર વાયરલ થયો છે જેમાં 19 જેટલા તબીબોના નામ જોગ ડીનને અરજી કરાઈ છે કે, ડોકટરો સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેકટિસ કરી રહ્યાં છે, આ ડોકટરો સર્જરી, મેડિસિન, રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવી રહ્યાં હોવાની વાત સામે આવી છે. તો સમગ્ર ઘટનામાં જે 19 ડોકટરોના નામ સામે આવ્યા છે તેમની પૂછપરછ કરાશે અને કાર્યવાહી સુધીના પગલા પણ ભરાઈ શકે છે.
Jul 18, 2025 11:10 am
Rajkot News : રાજકોટના સરકારી તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ
રાજકોટના મેડિકલ કોલેજના સરકારી તબીબોને લઇ ઘટસ્ફોટ થયો હોવાની વાત સામે આવી છે, સરકારી હોસ્પિટલના ડોકટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેકટિસ કરતા હોવાની વાત સામે આવી છે, જેમાં ડોકટરોના નામજોગ એક લેટર વાયરલ કરવામાં આવ્યો છે, તો સમગ્ર ઘટનામાં હોસ્પિટલના ડીને તપાસ શરૂ કરી છે.
Jul 18, 2025 10:48 am
ખાંભાની ખાનગી બેંકમાં 25 વર્ષીય યુવતીએ ફરજ દરમિયાન આપઘાત કર્યો
યુવતીએ ચાલુ નોકરી દરમિયાન આપઘાત કર્યો હોવાની વાત કરી છે, અનાજના ટીકડા ખાઈ આપઘાત કરતા સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી, અને સારવાર બાદ તેનું મોત થયું છે, સમગ્ર ઘટનામાં પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે પરિવારનું પણ નિવેદન લીધું છે અને જે કંપનીનું નામ લખ્યું છે તે કંપની કયાંની છે અને શું લેણદેણ હતી યુવતીને તેને લઈ તપાસ શરૂ કરી છે.
Jul 18, 2025 10:48 am
ઝેરી દવાની ગોળીઓ ખાઇને યુવતીએ કર્યો આપઘાત
યુવતીએ ઝેરી દવાની ગોળીઓ ખાઇને યુવતીએ આપઘાત કર્યો છે અને સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, દેવું થઈ જતા આપઘાત કરૂ છે, અન્ય કોઈ વ્યકિત આપઘાત માટે જવાબદાર નથી, સ્યુસાઈડ નોટમાં 28 લાખનું દેવું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, Shine.com કંપનીનું દેવુ હોવાનો ઉલ્લેખ કરાયો છે, યુવતીએ સુસાઇડ નોટમાં છેલ્લી ઇચ્છા પણ લખી છે અને કહ્યું છે કે, ‘મારી બોડી ઘરે આવે ત્યારે ગળે લગાડી લેજો'.
Jul 18, 2025 10:48 am
Amreli News : ખાંભામાં બેંક ફરજ દરમિયાન કર્મચારી યુવતીએ કર્યો આપઘાત, 28 લાખનું દેવું હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
અમરેલીના ખાંભામાં બેંક કર્મચારી યુવતીએ બેંકમાં આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી છે, ખાનગી બેંકમાં ફરજ દરમિયાન યુવતીએ આપઘાત કરી લીધો છે, દેવું થઈ જતા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં ખાંભા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સ્યુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.
Jul 18, 2025 10:34 am
નેશનલ હાઇવે ઓથોરિટીના ચીફ જનરલ મેનેજર પણ રહ્યાં હાજર
આ બેઠકમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ રમેશચંદ મીના, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદ, ગુજરાત રોડ સેફટી કમિશનર સતીશ પટેલ, આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ, માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલીયા, GSRTCના ઉપાધ્યક્ષ એમ. નાગરાજન, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, IGP સ્ટેટ ટ્રાફિક શ્રી મનોજ નિનામા, નેશનલ હાઇવે ઓથોરિટીના ચીફ જનરલ મેનેજર સુનિલ યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને માર્ગ સલામતી નિષ્ણાંતો ઉપસ્થિતિ રહ્યાં હતાં.
Jul 18, 2025 10:34 am
અકસ્માતોના આંકડાઓનું વિશ્લેષણ અને તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
આ બેઠકમાં મંત્રીના હસ્તે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની “ઇનસાઇટ ઓન બ્લેક સ્પોટ મેનેજમેન્ટ” પુસ્તક અને “ગુજરાત રોડ સેફટી ડિરેક્ટરી”નું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, યુનિસેફ દ્વારા ધોરણ-૧ થી ધોરણ-૪ના બાળકો માટે માર્ગ સલામતી વિષય અંગે બનાવવામાં આવેલી “ઇન્ફોટેઈનમેન્ટ” પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. તદુપરાંત બેઠકમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા માર્ગ અકસ્માતોના આંકડાઓનું વિશ્લેષણ અને તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Jul 18, 2025 10:33 am
ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યા
બેઠક દરમિયાન મંત્રીએ રાજ્યમાં બેજવાબદારીપૂર્વક અને બેફામ રીતે વાહન ચલાવતા નાગરીકો વિરુદ્ધ કડક એન્ફોર્સમેન્ટ કરી દાખલો બેસાડવા સૂચના આપી હતી. સાથે જ, મંત્રીએ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની સૂચનાઓનો અનાદર કે અમલમાં વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. આ પ્રસંગે ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૪” એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સીટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટિ કેટેગરીમાં પ્રથમ ક્રમે ગીર સોમનાથ જિલ્લાને, દ્વિતીય ક્રમે ખેડા જિલ્લાને તેમજ તૃતીય ક્રમે મહીસાગર જિલ્લાને સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થા કેટેગરીમાં રાજકોટ-વાડીનાર ટોલવેને પ્રથમ ક્રમ, પરિવર્તન ટ્રસ્ટને દ્વિતીય ક્રમ તેમજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર અને યુનિસેફ-ગુજરાત ફિલ્ડ ઓફિસને તૃતીય ક્રમે સન્માનિત કરવામાં આવ્યા હતા.
Jul 18, 2025 10:33 am
રાજ્યમાં વારંવાર અકસ્માત થતાં હોય તેવા નવા ૫૬ બ્લેક સ્પોટ્સ ઓળખવામાં આવ્યા
પીડિતના સારવાર ખર્ચની રકમ હોસ્પટલને સીધી ખાતામાં જમા કરાવવામાં આવશે. આ યોજનાના ઝડપી અમલ માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ અભ્યાસ અર્થે પાયલોટ પ્રોજેકટ હેઠળના રાજ્યોની મુલાકાત લેશે, તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું. ચાલુ વર્ષે રાજ્યમાં વારંવાર અકસ્માત થતાં હોય તેવા નવા ૫૬ બ્લેક સ્પોટ્સ ઓળખવામાં આવ્યા છે. આ તમામ બ્લેક સ્પોટ્સ પર દિવાળી સુધીમાં જરૂરી સુધારાત્મક પગલા હાથ ધરીને અકસ્માતોને અટકાવવા મંત્રીએ આદેશ કર્યો હતો. રાજ્યના અન્ય તમામ માર્ગો પર પણ માર્ગ સલામતીને લગતા જરૂરી પગલા લેવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત અકસ્માત પછી ઇજાગ્રસ્તોને તુરંત સારવાર મળી રહે તે માટે પણ આંતરિક સંકલન સાથે વિશેષ આયોજન કરવા સંબંધિત વિભાગોને મંત્રીએ સૂચનાઓ આપી હતી.
Jul 18, 2025 10:32 am
કેશલેસ સારવાર સહાય યોજના લાગુ થશે
મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર રાહવીરને હવેથી “રાહવીર યોજના” હેઠળ રૂ. ૨૫,૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેથી મહત્તમ નાગરીકોનો અમૂલ્ય જીવ ગોલ્ડન અવરમાં બચાવી શકાય. ગુજરાતમાં ટૂંક જ સમયમાં ભારત સરકારની સૂચના અનુસાર “કેશલેસ સારવાર સહાય યોજના” લાગુ થશે, જેમાં અકસ્માત પીડિતને રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. આ યોજનાનો ઉદ્દેશ ગોલ્ડન અવરમાં સારવાર આપી અકસ્માત પીડિતને મૃત્યુના મુખમાંથી ઉગારવાનો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ હોસ્પિટલ્સને એમ્પેનલ કરવામાં આવશે.
Jul 18, 2025 10:32 am
વિદેશના મેટ્રો સિટીમાં અપનાવવામાં આવેલી રંબલ સ્ટ્રીપ લગાવવાનું સૂચન કર્યું
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જાનહાની થઇ હોય તેવા મોટાભાગના અકસ્માતોમાં વાહન ચાલકે હેલ્મેટ ન પહેરવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માર્ગ અકસ્માતમાં જાનહાની ઘટાડવા માટે આગામી સમયમાં નાગરિકોને હેલ્મેટના મહત્વને સમજાવવાના આશય સાથે રાજ્યવ્યાપી પ્રયત્નો હાથ ધરવામાં આવશે, જેથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય. આ ઉપરાંત રાજ્યભરના મુખ્ય હાઈવે પર થતા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે મંત્રીએ રોડ પર દેશ-વિદેશના મેટ્રો સિટીમાં અપનાવવામાં આવેલી રંબલ સ્ટ્રીપ લગાવવાનું સૂચન કર્યું હતું.
Jul 18, 2025 10:31 am
અકસ્માતોને અટકાવવા માટે ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરવા સૂચન કરાયું
રાજ્યમાં થતા અકસ્માતોને ઘટાડવા એ માત્ર કોઈ એક વ્યક્તિ કે એક વિભાગની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી છે. ગુજરાત રોડ સેફટી ઓથોરીટી ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટને શોધીને તેને ઘટાડવાની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આવા અકસ્માતોને અટકાવવા માટે ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરવા મંત્રીએ સૂચન કર્યું હતું.
Jul 18, 2025 10:28 am
માર્ગ અકસ્માતોના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો
બેઠકમાં મંત્રી હર્ષ સંઘવીએ સૌને શુભેચ્છાઓ સહ વધુ પરિણામલક્ષી કામગીરી કરવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ તેમજ સ્ટેક-હોલ્ડર વિભાગોની સંયુક્ત કામગીરીના પરિણામે રાજ્યમાં અકસ્માત પ્રભાવિત ૮૨ બ્લેક સ્પોટ ખાતે છેલ્લા એક વર્ષમાં એક પણ અકસ્માત થયો નથી. સાથે જ, રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે.
Jul 18, 2025 10:28 am
રાજ્યમાં અકસ્માત પ્રભાવિત 82 બ્લેકસ્પોટ પર ગત વર્ષે એક પણ અકસ્માત થયો નથી : હર્ષ સંઘવી
ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની વાર્ષિક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રી હર્ષ સંઘવી સમક્ષ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ દ્વારા વિઝન-૨૦૩૦ હેઠળ રાજ્યનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ એક્શન પ્લાનના આધારે આગામી પાંચ વર્ષમાં પોલીસ, RTO, માર્ગ નિર્માણ વિભાગો, આરોગ્ય અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં માર્ગ અકસ્માત મૃત્યુની સંખ્યા ૫૦ ટકા ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
Jul 18, 2025 10:18 am
તપાસ બાદ AMCએ કરી સીલની કાર્યવાહી
તપાસ દરમિયાન, AMC ની ટીમને સોસની બોટલોમાં ફૂગ અને અન્ય અસ્વચ્છતા સંબંધિત અનિયમિતતાઓ જોવા મળી હતી. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનો ભંગ થતો જણાતા, AMC એ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સીલ મારવાની કાર્યવાહી કરી છે. આ ઘટનાએ ફૂડ આઉટલેટ્સ દ્વારા પાળવામાં આવતી સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણો પર ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે. AMC દ્વારા અન્ય ખાદ્ય એકમોમાં પણ આવી તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
Jul 18, 2025 10:17 am
Ahmedabadના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિઝાને સીલ કરાયું
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ ડોમિનોઝ પિઝાને સીલ કરી દેવામાં આવ્યું છે, સોસની બોટલમાં જોવા મળી હતી ફૂગ, તો અમદાવાદ મ્યું.કોર્પોરેશનને સોસનો ટેસ્ટ પણ બદલાયો હોવાની મળી હતી ફરિયાદ, ફરિયાદના આધારે AMCએ એકમ પર કરી હતી તપાસ, તપાસ બાદ AMCએ કરી સીલની કાર્યવાહી.
Jul 18, 2025 10:15 am
ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર
ધો.10માં પૂરક પરીક્ષાનું 27.61% પરિણામ, 93904માંથી 25929 વિદ્યાર્થીઓ પાસ થયા.
Jul 18, 2025 10:11 am
મગફળીનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો !
સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે.
Jul 18, 2025 10:11 am
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2270થી 2320 રુ. થયો
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2270થી 2320 રુ. થયો છે, પામતેલના ડબ્બાનો ભાવ વધીને 1960 થી 1970 રુ. થયો છે. સાતમ આઠમના તહેવારો પહેલા જ સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં ચિંતાનો માહોલ છે, દર વર્ષે સાતમ આઠમના તહેવારો પહેલા સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો થાય છે. તહેવારો સમયે સિંગતેલનો ડબ્બો 2500 રૂપિયાની નજીક પહોંચ્યો છે, સૌથી વધુ વપરાતા પામતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 50 રૂપિયાનો વધારો થયો છે.
Jul 18, 2025 10:10 am
Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 70નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2435 થી 2485 રૂપિયા થયો
સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં વધારો થયો છે, 15 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં રૂ. 110નો વધારો થયો છે, સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 70નો વધારો થયો છે, પામતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 50 રૂપિયાનો વધારો થયો છે, સિંગતેલના ડબ્બાનો ભાવ 2435 થી 2485 રુ. થયો છે.
Jul 18, 2025 09:47 am
આ કૌભાંડથી અનેક સવાલો ઊભા થયા છે
અને ત્યારબાદ જ મંડળીને પેમેન્ટ કરવાનું હોય છે પરંતુ હજી સુધી આવી કોઈ દરખાસ્ત મંડળી તરફથી આવી નથી અને તપાસ દરમિયાન જો કોઈ ખેડૂતો કે મંડળી દોષિત ઠરાશે તો તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, સરકારના સહાય બિયારણનો કાયદેસર નિકાલ ન થવો કોની જવાબદારી ? ખેડૂતોના 7/12 દસ્તાવેજોનો દુરુપયોગ થતો હોવાનો મોટો ભેદ ખુલ્યો,જવાબદાર અધિકારીઓ સામે કઈ કાર્યવાહી હાથ ધરાશે ?
Jul 18, 2025 09:47 am
દરખાસ્ત કરવામાં આવશે અને દરખાસ્ત કર્યા બાદ તેની ખરાઈ કરાશે
પરંતુ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી અને સરકારના લાખો રૂપિયાના કૌભાંડ થતા હોવાનો ખુલાસો કર્યો હતો, જે મામલે સહકારી મંડળી દ્વારા પણ તપાસ કરવામાં આવશે અને આવા ખેડૂતોને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું, બીજી બાજુ આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા ખેતીવાડી અધિકારીને થતા તેઓએ પણ આ અંગે પ્રાથમિક તપાસ કરી હતી અને જેમાં હજી સુધી સરકારનો એક પણ રૂપિયાની નુકસાની સામે આવી નથી કારણ કે જે બિયારણ મંડળી દ્વારા આપવામાં આવ્યું છે તેની દરખાસ્ત કરવામાં આવશે અને દરખાસ્ત કર્યા બાદ તેની ખરાઈ કરાશે.
Jul 18, 2025 09:47 am
ખેડૂતના નામે વેપારીઓને આપી દીધું બિયારણ
જેની જાણ ભેસાણના એડવોકેટને થઈ હતી, તેમણે સ્થળ ઉપર જઈને તપાસ કરતા ત્યાંથી સરકારી બારદાનો 30 નંગ મળી આવ્યા હતા જે સાવ ખાલી હતા.ખેડૂત અને સરકાર વચ્ચે મધ્યસ્થીમાં શત્રભુજ સેવા સહકારી મંડળી દ્વારા આ બિયારણ આપવામાં આવતું હતું. માત્ર ભેસાણ જ નહીં પરંતુ વિસાવદરના ખેડૂતો માટે પણ આ બિયારણ આપવામાં આવતું સામે આવ્યું છે, પરંતુ હાલ મોટાભાગના ખેડૂતોએ વાવેતર પૂર્ણ કરી દીધું હતું જેથી બિયારણ વિના મૂલ્ય મળતું હતું એટલે ખેડૂતના નામે વેપારીઓને આપી દીધું અને બારદાનુ બદલાવીને વેપારીઓ બારોબાર આ માલને સભ્ય વર્ગીક કરી નાખ્યું હતું.
Jul 18, 2025 09:46 am
ખાનગી બેગમાં ટ્રાન્સફર કરીને ગોંડલમાં વેચવા માટે મોકલી દેવાયું બિયારણ
જે ખેડૂતોને વાવેતરમાં નુકસાની ગઈ હોય તેના માટે આ યોજના લાગુ કરવામાં આવી છે, પ્રથમ વખત જ આ યોજના હેઠળ ભેસાણ તાલુકામાં મગફળીનું બિયારણ ખેડૂતોને વિનામૂલ્ય આપવામાં આવતું હતું, ત્યારે ખેડૂતો દ્વારા પણ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે તેમ છતાં સરકાર તરફથી વિના મૂલ્ય બિયારણ આપવામાં આવ્યું છે તો 7 12 8 અ ના દાખલા આપીને આ બિયારણ લઈ લેવામાં આવ્યું હતું અને ખેડૂતોએ વેપારીને આ માલ વહેંચી દીધો હતો, ઉપરાંત વેપારીએ સરકારી બેગમાંથી અમલ ખાનગી બેગમાં ટ્રાન્સફર કરીને ગોંડલમાં વેચવા માટે મોકલી દેવાયો હતો.
Jul 18, 2025 09:46 am
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા મોકલવામાં આવ્યું હતું બિયારણ
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં કૃષિ ક્ષેત્રે મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતું મગફળીનું બિયારણ ખાનગી પેઢી દ્વારા બારોબાર વેચી નાણાકીય લાભ મેળવવાનું બહાર આવ્યું છે, ભેસાણ પરબ રોડ પર આવેલી ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં 30થી વધુ ગુણી મગફળી બિયારણનો જથ્થો મળી આવ્યો છે. નોંધનીય છે કે આ બિયારણ રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની થેલીઓમાંથી કાઢી, અન્ય થેલીઓમાં ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા મોકલવામાં આવ્યું હતું.
Jul 18, 2025 09:46 am
Junagadh News : ખેડૂતોને અપાતા મગફળીના બિયારણનું કૌંભાડ ઝડપાયું, ખાનગી પેઢીને બિયારણ પધરાવી દેવાયું !
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વિનામૂલ્ય મગફળીના બિયારણને બારોબાર વેચી મારવાનું કારસ્તાન સામે આવ્યું છે, જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
Jul 18, 2025 09:32 am
પોલીસે આરોપીનું સરઘસ કાઢયું હતુ
તો સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીનું સરઘસ કાઢયું હતુ અને આરોપીની ચરબી ઉતારી જાહેરમાં તેમને માફી માગી હતી, જે જગ્યાએ મહિલા સાથે અશોભનીય વર્તન કર્યુ હતુ તે જ જગ્યા પર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યુ હતુ, આરોપીને પોલીસ મહિલાના ઘર નજીક લઈ ગયા અને ત્યાં મહિલાની ચારેય આરોપીએ જાહેરમાં માફી માંગી હતી, પોલીસ દ્વારા આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું તેમ જ ઉઠક- બેઠક કરાવવામાં આવી હતી.
Jul 18, 2025 09:31 am
મહિલાએ ફરિયાદ નોંધાવતા મામલો બીચકયો હતો
જસદણના પોલારપર રોડ પર ગત રાત્રિના એક મહિલા સાથે અસામાજિક તત્વો દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતુ, મહિલા એકલી જઈ રહી હતી ત્યારે પોલાર પર રોડથી તેમના ઘર તરફ જતી ત્યારે એકલતાનો લાભ લઇ અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતુ, મહિલાની ફરિયાદ પરથી પોલીસે તાત્કાલિક મહેશ રોજાસરાની ધરપકડ કરી હકી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાને લઈ મામલો બીચક્યો હતો, મહેશ રોજાસરાના બંન્ને ભાઈ સાગર અને જયસુખ અને તેના પિતા ધૂધાભાઈ રોજાસરા દ્વારા મહિલાના ઘરે જઈ લાકડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
Jul 18, 2025 09:31 am
Rajkot News : જસદણમાં મહિલા પર હુમલો કરનારા આરોપીઓનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢયો
રાજકોટના જસદણના પોલાર પર રોડ પર હુડકો વિસ્તારમાં મહિલા સાથે અશોભનીય વર્તનને લઈ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં આરોપીઓ વીડિયોની અંદર ધોકા અને પાઇપ વડે મહિલાના ઘરે મારા મારી કરતા દેખાયા હતા અને મહિલા સાથે અશોભીનય વર્તન થતાં મહિલાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, તો આરોપીએ મહિલાને બાઈક પર બેસવા માટે કહ્યું હતુ.
Jul 18, 2025 09:20 am
અધિકારીઓ સાથે સંકલન કરી લોકોના કામ ઝડપથી કરવા માટે સૂચના આપી
સંકલનની બેઠકમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓએ કામ બાબતે અધિકારીઓનો ઉધડો લીધો હતો, અધિકારીઓ પદાધિકારીઓને ગાંઠતા નથી તેવી ફરિયાદ ઉઠી હતી, લોકોના કામ નથી થતા કોર્પોરેટર વિસ્તારમાં જાય ત્યારે લોકો સવાલો કરે છે કે, અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આ વાતની મહાનગરપાલિકામાં મળેલી સંકલન ની બેઠકમાં પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ તડાફડી બોલાવી હતી અને તેના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્તા ગઈકાલે મહાનગરપાલિકાના પદાધિકારીઓને એકાએક તેડું આવ્યું હતું.
Jul 18, 2025 09:20 am
લોકોના કામ ન થતા હોવાની ફરિયાદ CM સુધી પહોંચી
રાજકોટના મેયર, પદાધિકારીઓની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી જેમાં સીએમએ ટકોર કરી છે કે, વિકાસના કામો અને લોકોના કામો ઝડપથી થવા જોઈએ કોઈ કચાશ રહેવી ના જોઈએ, રાજકોટ મનપા પદાધિકારીઓનો મુખ્યમંત્રીએ ઉધડો લીધો હતો, ગઈકાલે મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર મુખ્યમંત્રીએ બોલાવ્યા હતા. લોકોના કામ બાબતે ફરિયાદો વધવા સાથે સંકલન બેઠકમાં ઉગ્ર ચર્ચાઓ ગાંધીનગર સુધી પહોચી હતી.
Jul 18, 2025 09:20 am
Rajkot News : રાજકોટ મનપા પદાધિકારીઓનો CMએ ઉધડો લીધો, અધિકારીઓને ઝડપી કામ કરવા સૂચના અપાઈ
રાજકોટ મનપા પદાધિકારીઓનો CMએ ઉધડો લીધો છે, પદાધિકારીઓને કામ ઝડપથી કરવા CMએ ટકોર કરી છે, અધિકારીઓ નેતાઓ સાથે કામને લઈ સંકલન કરતા નથી તેવી ફરિયાદ ઉઠી હતી, તો મુખ્યમંત્રીએ કહ્યું કે, અધિકારીઓ સાથે સંકલન કરી કામ ઝડપથી પતાવવું જોઈએ, લોકોના કામની ફરિયાદ રાજકોટથી ગાંધીનગર પહોંચી હતી.
Jul 18, 2025 09:06 am
દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
20થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રિચમંડ ગ્લોબલ, અભિનવ પબ્લિક સ્કૂલને ઉડાવવાની ધમકી, ફાયર વિભાગ અને દિલ્હી પોલીસ દ્વારા તપાસ શરૂ.
Jul 18, 2025 08:51 am
ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ આ સિસ્ટમ
આ પ્રણાલીના અસરકારક અમલથી પોલીસ વિભાગમાં માનવ સંસાધનો, સમય અને નાણાકીય બચત થઈ છે. જાપ્તામાં રોકાયેલા કર્મચારીઓને અન્ય જગ્યાએ ફરજો સોંપવાનું પણ શક્ય બન્યું છે, જેનાથી વિભાગની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આ પદ્ધતિ ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ છે, જેના પરિણામે ભોગ બનનારને ઝડપી ન્યાય અને ગુનેગારને સજા મળે છે. કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ન્યાય પ્રણાલીને સુધારવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને જેલ ડીજીપી કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ આ પહેલને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.
Jul 18, 2025 08:51 am
૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
ગુજરાત જેલ વિભાગના આંકડા દર્શાવે છે કે આ પદ્ધતિ અપનાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. વર્ષ ૨૦૨૪ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૪) દરમિયાન ગુજરાત જેલ વિભાગના તાબા હેઠળની તમામ જેલો દ્વારા ૪૦,૬૩૩ કેદીઓને એટલે કે સરેરાશ ૨૯% કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડો વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૫) દરમિયાન વધીને સરેરાશ ૪૧% થયો છે, એટલે કે કુલ ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જે આ પદ્ધતિની સફળતા અને વધતા ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવે છે.
Jul 18, 2025 08:51 am
રાજ્યની જેલો ખાતે કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત છે
રાજ્યની જેલોમાંથી મહત્તમ કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ (VC) સિસ્ટમ દ્વારા રજૂ કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેના પરિણામે પોલીસ વિભાગને માનવ સંસાધન, સમય અને નાણાકીય બચત પણ થઈ રહી છે. રાજ્યની જેલોમાં કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ સિસ્ટમ મારફત રજૂ કરવાની પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે, વર્ષ ૨૦૨૨માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યભરની કોર્ટો ખાતે કુલ ૧૧૦૦ યુનિટ વીસી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી, જેમાં રાજ્યની જેલો ખાતે ૨૩ યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીસી સિસ્ટમ ફાળવવામાં આવી છે. હાલમાં, રાજ્યની જેલો ખાતે કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત છે.
Jul 18, 2025 08:51 am
કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.
Jul 18, 2025 08:43 am
આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો
સુરતમાં વહેલી સવારે 3:30 વાગે મકાનમાં આગ લાગી હતી, બનાવની જાણ થતાં જ પાલનપોર, અડાજણ અને મોર ભાગળની કુલ 6 ફાયરની ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી, આગમાં 4 લોકો ફસાયા હતા તેમને સહી સલામત રીતે સીડી મારફતે રેસ્કયું કરીને ઘરની બહાર નીકાળ્યા હતા, આગમાં જાનહાની થઈ નથી જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો, પોલીસે પણ ઘટના સ્થળે જઈને પ્રાથમિક માહિતી મેળવી હતી.
Jul 18, 2025 08:42 am
આગમાં ફસાયેલા 4 વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું
સુરતમાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગમાં એક પરિવાર ફસાયો હતો, 6 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો, મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ છે, તમામ લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, તો ઘરમાં રહેલ તમામ સામગ્રી બળીને ખાખ થઈ છે, શોર્ટ સર્કીટ થયું હોય અને આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ ફાયર વિભાગનું છે.
Jul 18, 2025 08:42 am
Surat News : સુરતના જહાંગીરપુરામાં મકાનમાં લાગી આગ, આગમાં ફસાયેલા 4 વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું
સુરતના જહાંગીરપુરામાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ઘરમાં ફસાયેલા 4 લોકોનું રેસ્કયું કરવામાં આવ્યું હતુ,
બ્લુય બિલ્સ બિલ્ડીંગના ત્રીજા માળે આગ લાગી હતી, સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે અને તમામ લોકોને સલામત રીતે ઘરની બહાર કાઢયા હતા.
Jul 18, 2025 08:28 am
પ્રમુખ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે
સાંતલપુર તાલુકામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે સ્થળ પસંદગી પ્રક્રિયા અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિક રૂપે વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી તેમજ રાધનપુર, ચાણસ્મા, પાટણના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
Jul 18, 2025 08:28 am
વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને રૂપિયા ૪૪ લાખની સહાયનું વિતરણ કરશે
મુખ્યમંત્રી પાટણ જિલ્લાના ગામોના આરોગ્ય કેન્દ્ર, શાળાના ઓરડાઓ તથા ડ્રેનેજ સિસ્ટમ, પુર સંરક્ષણ દિવાલ અને સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટસ કોલેજ ભવન સહિત આરોગ્ય, શિક્ષણ, માર્ગ મકાન, સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ ૧૦૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે. કલ્યાણપુરાના ચામુંડા માતાજી મંદિર પરિસરમાં શુક્રવારે સવારે ૧૦ વાગ્યે યોજનારા આ કાર્યક્રમમાં તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને રૂપિયા ૪૪ લાખની સહાયનું વિતરણ કરશે.
Jul 18, 2025 08:27 am
Patan News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને આજે રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર, ૧૮મી જુલાઈએ ૧૧૦ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે. સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ મુખ્યમંત્રી સાથે સહભાગી થવાના છે.
Jul 18, 2025 08:20 am
પાણીનું પ્રદૂષણ ઘટાડવા માટે મનપાનો નિર્ણય
તો મહત્વની વાત છે કે પાણીમાં પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે, મનપાના અધિકારીઓનું કહેવું છે કે, જે પણ ડાઈંગ મિલમાં આ રીતે ડ્રેનેજ કનેકશનને જોડવામાં આવશે તે કનેકશનને કાપી નાખવામાં આવશે કાયદાકીય રીતે કાર્યવાહી પણ કરવામાં આવશે, ઘણા મિલના માલિકો કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન સાથે તેમના મિલની પાઈપનું કનેકશન કરીને પાણી તેમાં છોડે છે એટલે ચોખ્ખા પાણીમાં ગંદુ પાણી ભેળસેળ થાય છે જેના કારણે સ્થાનિકોમાં રોગચાળો પણ ફેલાય છે.
Jul 18, 2025 08:20 am
સુરત મનપા દ્વારા વધુ 136 તપેલા ડાઈંગ મિલ સીલ કરાઈ હતી
ઉધના અને લિંબાયત વિસ્તારની 136 તપેલા ડાઈંગ મિલ સીલ કરવામાં આવી હતી, આ પેહલા ઉધના વિસ્તારની 22 તપેલા ડાઈંગ મિલ સીલ કરી હતી અને તે સાથે લિંબાયત વિસ્તારની પણ 37 તપેલા ડાઈંગ મિલ સીલ કરવામાં આવી હતી, તમામ તપેલા ડાઈગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે, તે ઉપરાંત બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, તમામ તપેલા ડાઈગ મિલો દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનોમાં પાઇપ લાઈન નાખી હતી અને તે પાઇપ લાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું.
Jul 18, 2025 08:20 am
ગેરકાયદે રીતે ડ્રેનેજ કનેક્શનમાં પાઈપલાઈન નાખી
ડાઈંગ મિલમાં પાઈનલાઈન મારફતે કેમિકલયુક્ત પાણી છોડતા હતા જેના કારણે પાણીમાં પ્રદૂષણ વધતુ હતુ, ઉધના અને લિંબાયત બાદ કતારગામમાં પણ 79 ડાઈંગ મિલ કરાઈ સીલ, તમામ તપેલા ડાઈગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે, તે ઉપરાંત બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, તમામ તપેલા ડાઈગ મિલો દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનોમાં પાઇપ લાઈન નાખ્યું હતું અને તે પાઇપ લાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું.
Jul 18, 2025 08:19 am
Surat News : સુરત મનપાએ વધુ 79 ડાઈંગ મિલ સીલ કરી, ડ્રેનેજમાં ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડતા હતા
સુરતના કતારગામમાં સુરત મ્યુ.કોર્પોરેશને 79 ડાઈંગ મિલ સીલ કરી છે, અગાઉ ઉધના અને લિંબાયતમાં ડાઈંગ મિલ સીલ કરવામાં આવી હતી, ઉધના અને લિંબાયતમાં 136 ડાઈંગ મિલ સીલ કરવામાં આવી હતી, તપેલા ડાઈંગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે, બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Jul 18, 2025 08:01 am
બ્રિટનમાં હવે મતદાનની ઉંમર 16 વર્ષ
મતદાનની ઉંમર 18થી ઘટાડી 16 વર્ષ કરવાની જાહેરાત, 2029ની સામાન્ય ચૂંટણીમાં આ નવો નિયમ થશે લાગુ, 16 વર્ષની ઉંમરના વ્યક્તિ પણ કરી શકશે મતદાન, બેંક કાર્ડને ઓળખપત્ર તરીકે માન્ય ગણાવામાં આવશે, બ્રિટનમાં હવે સ્કોટલેન્ડ અને વેલ્સને અનુરૂપ ચૂંટણી થશે, આ બંને દેશમાં મતદાનની લઘુત્તમ વયમર્યાદા 16 વર્ષ છે, ગત ચૂંટણીમાં લેબર પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દો હતો, બ્રિટન સરકારે તેને એક દાયકાનો સૌથી મોટો બદલાવ ગણાવ્યો, તેનાથી લોકતંત્ર વધુ મજબુત થશે તેવો કરાયો દાવો.
Jul 18, 2025 07:57 am
પાસાનો કાયદો શું છે જાણો
પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
Jul 18, 2025 07:57 am
સુરતમાં 13 જુલાઈ 2025ના રોજ 26 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઈ
સુરતમાં 26 આરોપીઓ વિરુદ્ધ શહેર પોલીસ કમિશનરે પાસા હેઠળ કાર્યવાહી કરી છે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરી છે, આરોપીઓ સામે ખંડણી, છેતરપિંડી, મારામારીના ગુના, વ્યાજખોરી, મોબાઇલ સ્નેચીંગના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તમામ આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલાયા છે.
Jul 18, 2025 07:57 am
Surat News : સુરતમાં મોબાઇલ સ્નેચીંગ કરતા બે આરોપીને પાસા હેઠળ જેલ ભેગા કર્યા
સુરતમાં મોબાઇલ સ્નેચીંગ કરતા બે આરોપીની પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, સાહીલ શેખ અને રફીક શેખ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, સચીન GIDC વિસ્તારમાં મોબાઇલ સ્નેચરનો તરખાટ આ બન્ને આરોપી મચાવતા હોવાની વાત સામે આવી છે, તો બન્ને આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા છે.
Jul 18, 2025 07:44 am
ચાલુ સિઝનમાં કુલ 49.96 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચાલુ સિઝનમાં કુલ 49.96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ઝોન વાઈઝ જોઈએ તો, કચ્છમાં 58.44, ઉત્તર ગુજરાતમાં 45.92, મધ્ય પૂર્વમાં 48.03, સૌરાષ્ટ્રમાં 49.19, દક્ષિણ ગુજરાતમાં 53.63 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે.
Jul 18, 2025 07:44 am
અન્ય રાજ્યોમાં કેવી છે વરસાદની સ્થિતિ?
IMDની આગાહી મુજબ 21 જુલાઈએ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 17 જુલાઈ સુધી રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 17 જુલાઈથી 21 જુલાઈ સુધી ઉત્તરાખંડમાં, 17 જુલાઈએ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 7 દિવસ સુધી પશ્ચિમી હિમાલય ક્ષેત્ર અને મેદાનોમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને વીજળી પડવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Jul 18, 2025 07:44 am
Weather News : સવારે 10 વાગ્યા સુધી 8 જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ
હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ બુલેટિન, સવારે 10 વાગ્યા સુધી 8 જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગુજરાતના બાકીના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jul 18, 2025 07:29 am
રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવેને લઈ NHAIનો પરિપત્ર
ટ્રાફિક જામની ફરિયાદ માટે 24 કલાક ઈમરજન્સી કંટ્રોલરૂમ, અત્યાર સુધીમાં 70થી વધુ ફરિયાદોનો તત્કાલ નિકાલ, ટ્રાફિક ડાયવર્ઝન રિ-ડિઝાઈન કરાયા, ટ્રાફિક પોલીસ તૈનાત. છેલ્લા દોઢ વર્ષથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા, વારંવાર ટ્રાફિક જામમાં વાહનો ફસાઇ જતા હતા.
Jul 18, 2025 07:28 am
નડિયાદ ધારાસભ્યએ કર્યું રોડ રિપેરીંગનું નિરીક્ષણ
પંકજ દેસાઈએ રોડ રીપેરીંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું, બસ સ્ટેન્ડ, કોંકરણ, DDIT રોડ પર કર્યું નિરીક્ષણ, પેવર પટ્ટાની કામગીરી સત્વરે પૂર્ણ કરવા આપી સૂચના.
Jul 18, 2025 07:28 am
પોક્સોના આરોપીએ પોતાની જાતને જ બ્લેડ મારી
વટવા પોલીસ સ્ટેશનમાં પોતાને જ બ્લેડના ઘા માર્યા, પિતરાઈ સગીર બહેન પર દુષ્કર્મનો છે આરોપી, ધરપકડ થતા આરોપીએ ઘા મારી પોતાને પહોંચાડી ઈજા.
Jul 18, 2025 07:27 am
અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું
પાકિસ્તાન સમર્થિત TRF આતંકવાદી સંગઠન જાહેર, TRFને વૈશ્વિક આતંકવાદી સંગઠનોની યાદીમાં નાખ્યું, પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી: રુબિયો, આતંકવાદ સામેની લડાઈ માટે પ્રતિબદ્ધ: રુબિયો, 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો મોત.
Jul 18, 2025 07:27 am
PM મોદી 2 અમૃત ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે
બિહારના મુસાફરોને ભેટ આપશે PM મોદી, બિહારના મુસાફરોને વધુ બે નવી ટ્રેનો ઉપલબ્ધ થશે, નવી દિલ્હી-રાજેન્દ્ર નગરની ટ્રેનોને લીલીઝંડી આપશે, આનંદ વિહાર ટર્મિનલ-બાપુધામ મોતીહારીની ટ્રેન શરૂ થશે.

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો