પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 20મા હપ્તાની ખેડૂતો રાહ જોઇ રહ્યા છે. કારણ કે ખરીફ પાકની વાવણી શરૂ થઈ ગઈ છે. આ હપ્તો ક્યારે જાહેર થશે તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ આજે પીએમ નરેન્દ્ર મોદી આજે બિહારના મોતીહારી જશે. ત્યારે એવી અપેક્ષા છે કે આજે ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો જમા થઇ શકે છે. ત્યારે આવો જાણીએ તમે પીએમ કિસાન નિધિની લાભાર્થીઓની યાદી કેવી રીતે સ્ટેપ-બાય-સ્ટેપ ચકાસી શકો છો.


20મા હપ્તાની સ્થિતિ આ રીતે તપાસો

  • સૌ પ્રથમ la પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
  •  તમારે હોમ પેજ પર દેખાતા Beneficiary Status વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • જ્યારે તમારું ફોર્મ ખુલે ત્યારે તમારે તમારો આધાર નંબર, મોબાઇલ નંબર અથવા બેંક એકાઉન્ટ નંબરમાંથી ગમે તે એક દાખલ કરો.
  • કેપ્ચા કોડ માટે એક વિકલ્પ હશે, જે તમારે ભરવાનો રહેશે.
  • કેપ્ચા દાખલ કર્યા પછી બધી માહિતી ભર્યા પછી, ડેટા મેળવો બટન પર ક્લિક કરો.
  • પછી તમે તમારી સ્ક્રીન પર તમારા 20મા હપ્તા સહિત તમામ હપ્તાઓની માહિતી જોઇ શકશો.
  •  તમે એ પણ જોઈ શકશો કે તમારો હપ્તો કેટલો છે અને તે ક્યારે ટ્રાન્સફર થયો હતો.

શું કે કિસાન સન્માન નિધિ યોજના ? 

ઉલ્લેખનીય છે કે નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પુરી પાડવાના હેતુસર ભારત સરકાર દ્વારા 2019 માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સહાયથી ખેડૂતો તેમની ખેતી અને અન્ય જરૂરિયાતો સરળતાથી પૂર્ણ કરી શકે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે, જે દર ચાર મહિને સીધા ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયાના હપ્તામાં મોકલવામાં આવે છે. આ રકમ DBT દ્વારા ખેડૂતોના આધાર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં સીધી પહોંચે છે.મહત્વનું છે કે  સરકારે આ યોજના હેઠળ 19 હપ્તા જાહેર કર્યા છે.  ખેડૂતો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.



  • Follow us on: