ઉના તાલુકાના ભાચા ગામે આંગણવાડીમાં છત ઉપરથી પોપડા ખર્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આંગણવાડી જર્જરિત હોવા છતાં બાળકોના જીવ સાથે ચેડા શા માટે કરવામાં આવી રહ્યા છે. ભાચા ગામની 3 નંબરની આંગણવાડી છેલ્લા એક વર્ષથી જર્જરીત હાલતમાં છે. છતાં તંત્ર અને અધિકારીઓ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરેલ નથી. આ આંગણવાડીમાં હાલ પાણી પણ ટપકી રહ્યું છે. અન્ય પોપડા પણ હજુ પડે તેવી પરિસ્થિતિમાં છે છતાં આ છત નીચે નાના ભૂલકાંઓ બેસી અભ્યાસ કરી રહ્યા છે.
ભાચા ગામે આંગણવાડીમાં છત ઉપરથી પોપડા ખર્યા













