મકરસંક્રાંતિના પવિત્ર પર્વે દાન, પૂણ્ય અને ધાર્મિક કાર્યોનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે અને તેને આધ્યાત્મિક રીતે શુભ માનવામાં આવે છે. આ પર્વ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ

અમદાવાદના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દાન-પૂણ્ય અને દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં પહોંચ્યા હતા.

અનાજ, વસ્ત્ર, તલ, ગોળ તથા દક્ષિણાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ

મકરસંક્રાંતિના દિવસે અનાજ, વસ્ત્ર, તલ, ગોળ તથા દક્ષિણાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ હોવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખી ઠેર ઠેર દાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું.

પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ

આ દિવસે ગંગા, યમુના સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. અનેક શ્રદ્ધાળુઓએ નદી સ્નાન કરી ધાર્મિક પૂજા, જપ, તપ અને દાન કરી પુણ્ય લાભ મેળવ્યો હતો.

મકરસંક્રાંતિ પર ગૌ માતાના પૂજનનું પણ અનેરૂ મહત્વ

મકરસંક્રાંતિ પર ગૌ માતાના પૂજનનું પણ અનેરૂ મહત્વ છે. અમદાવાદના જગન્નાથ મંદિર તેમજ પાંજરાપોળમાં ગૌ પૂજન માટે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી.

દાન, ભક્તિ અને સેવાભાવ સાથે ઉજવણી

ગાયને ઘાસ, ગોળ અને ચારો અર્પણ કરી લોકોએ સુખ-સમૃદ્ધિની કામના કરી હતી. આ રીતે મકરસંક્રાંતિ પર્વે દાન, ભક્તિ અને સેવાભાવ સાથે ઉજવણી કરી લોકો ધાર્મિક આનંદમાં તલ્લીન બન્યા હતા.


આ પણ વાંચો----    Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા

  • Follow us on: