ગુજરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરી 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. ચૈતર વસાવાને સજા મળતાં જ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. હવે તેઓ આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે તેવું તેમના વકીલ દ્વારા જણાવાયું હતું. હાલમાં તેમને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમને કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે.
વન કર્મી પર હુમલા કેસનો ચુકાદો આપવામાં આવ્યો
રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા વન કર્મી પર હુમલા કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે. 190 પાનાના ચુકાદામાં આખરી ચુકાદો 18 પાનાનો છે. ચૈતર વસાવાને અલગ અલગ ગુનામાં જેલની સજા અને 96 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત 50 હજાર અલગથી દંડ ફટકારવામાં આવ્યો છે.તેમની પત્ની શકુંતલા વસાવાને પણ સાત વર્ષની સજા ફટકારાઈ છે. ચૈતર વસાવા અને અન્ય આરોપીને રાજપીપળા જિલ્લા જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યાં ચૈતર વસાવાને કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે. હવે તેઓ જેલમાં કેદી નંબર 90888 તરીકે ઓળખાશે.













