વડોદરા શહેરમાં આખરે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. જેનાથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. લોકો છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું.


લાંબા વિરામ બાદ વડોદરામાં વરસાદ

થોડા સમય બાદ મધ્યમ ગતિએ વરસાદ શરૂ થયો હતો. જેનાથી રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ વરસાદને કારણે વાતાવરણમાં રહેલા બફારા અને ગરમીથી કંટાળેલા લોકોને હાશકારો અનુભવયો હતો. આ વરસાદથી માત્ર લોકોને ગરમીમાંથી રાહત જ નથી મળતી પરંતુ ખેડૂતો માટે પણ એક નવુ આશાનું કિરણ ઉગી નુક્ળયું છે. જોકે આ વરસાદની માત્રા પૂરતી નથી. તેથી ખેડૂતો હજુ પણ સારા અને સતત વરસાદની આશાએ બેઠા છે.

વરસાદ પડતા લોકોને ઉકળાટથી રાહત

લાંબા વિરામ બાદ આવેલા આ વરસાદે વડોદરાના વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે. લોકોએ આ વરસાદનો આનંદ માણવા માટે પોતાના ઘરની બહાર નીકળીને વરસાદી વાતાવરણનો લહાવો લીધો હતો. આશા છે કે આ વરસાદની સિઝન વધુ ફળદાયી નીવડે અને રાજ્યમાં પાણીની અછતની સમસ્યા હળવી થાય.


  • Follow us on: