વડોદરામાં ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા પુરને કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. ત્યારબાદ સર્જાયેલી સ્થિતિને કારણે વડોદરાવાસીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.વિશ્વામિત્રી નદીના પુરથી શહેરને બચાવવા માટે નદીને ઉંડી કરવાનો પ્લાન હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કરોડો રૂપિયાના ખર્ચે નદીના કાંઠે બનાવવામાં આવેલા પાળા વરસાદના પાણીમાં ધોવાઈ ગયાં છે.


વિશ્વામિત્રી નદીની સફાઇ બાદ બનાવ્યા હતા પાળા

વડોદરામાં વિશ્વામિત્રી નદીની સફાઈ બાદ નદીના કાંઠે પાળા બનાવવામાં આવ્યા હતાં. આ પાળા વરસાદી પાણીમાં ધોવાઈ જતાં કરોડોનો ખર્ચો પાણીમાં વહી ગયો છે. વિશ્વમિત્રી બચાવ સમિતીએ તંત્ર પર આક્ષેપો કરતાં કહ્યું હતું કે, અધિકારીઓને પર્યાવરણ અને નદી વિશે જ્ઞાન નથી.કોઇ પણ અધિકારીને આડેધડ ચાર્જ આપી દેવાય છે. આ અંગે પ્રોજેક્ટ ઇન્ચાર્જ અધિકારી લક્ષ્યાંક નાદેરીયાએ કહ્યું હતું કે, માટીનું ધોવાણ અટકાવવા કામગીરી કરી છે. વેરિએટર ગ્રાસ રોપવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ ઇન્ચાર્જ અધિકારી લક્ષ્યાંક નાદેરીયાનું નિવેદન

નવલાવાલા કમિટીના રિપોર્ટ બાદ તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીને હોળી અને સ્વચ્છ બનાવવાની કામગીરી કરાઈ છે. વિશ્વામિત્ર નદીને પહોળી કર્યા બાદ કાંઠે માટીના પાળા બનાવાયા હતાં. કાંઠા પરના પાળા પણ નજીવા વરસાદમાં જ ધોવાઈ ગયાં છે. વિશ્વમિત્રી બચાવ સમિતીએ તંત્ર પર આક્ષેપો કરતાં કહ્યું હતું કે, માત્ર પ્રસંગ આવ્યો અને 50 100 કરોડનો કેવી રીતે બૂચ મારવો તેવું જ કામ કર્યું છે.


  • Follow us on: