વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરાની મકરપુરા GIDCમાં આવેલી જાણીતી ERDA કંપનીમાં ફરજ બજાવતા એક એપ્રેન્ટિસ યુવકનું કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે કંપની પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, અને મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.


એપ્રેન્ટિસ તરીકે કામ કરતા યુવકનું મોત

ઘટનાની મળતી માહિતી મુજબ, હર્ષ સહાની નામનો યુવક ERDA કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરતો હતો. કંપનીમાં ટ્રાન્સફોર્મરનું કામ કરતી વખતે અચાનક હર્ષને વીજકરંટ લાગ્યો હતો. કરંટ એટલો ભયાનક હતો કે, યુવક ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

કંપની પર ઘોર બેદરકારીનો આક્ષેપ

કંપની પર બેદરકારીના આક્ષેપ આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, કંપની દ્વારા પૂરતી સુરક્ષાના સાધનો ન આપવાને કારણે અને ઘોર બેદરકારીના લીધે જ આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. મકરપુરા પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ અકસ્માત પાછળ કંપનીની કોઈ ટેકનિકલ ખામી કે બેદરકારી જવાબદાર છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Vadodaraમાં ખાખી શર્મસાર: સમા કેનાલ પાસે ટ્રાફિક PSIએ વાહનચાલકને જાહેરમાં ઝીંક્યો લાફો


  • Follow us on: