વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજે સાંજ પડતાં જ વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે ગરમી અને અસહ્ય ઉકળાટથી પરેશાન લોકોને મોટી રાહત મળી હતી. સાધલી, અવાખલ, સેગવા સહિતના ગામોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાંજ પડતાંજ વરસાદી માહોલ જામ્યો













