વડોદરા શહેર નજીક આવેલા નેશનલ હાઈવે-48 પર ફરી એકવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. વડોદરા શહેરની બહાર આવેલી જાંબુઆ ચોકડી પાસે આજે અંદાજે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામના કારણે વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ 15 કિલોમીટરના ભયંકર ટ્રાફિક જામમાં 3 થી 4 કલાક ભારદારી વાહનો સહિત અન્ય વાહનો પણ રસ્તા પર અટવાઈ ગયા હતા. આ સમસ્યાથી વાહનચાલકો અને મુસાફરો પરેશાન થઈ ગયા હતા.
ભારે વાહનોને કારણે ટ્રાફિકની ગતિ અત્યંત ધીમી પડી













