વડોદરા શહેરમાં ગણેશજીની આગમન યાત્રામાં બબાલ થયાની ઘટના સામે આવી છે. પ્રતાપ મડઘાની પોળમાં આગમનયાત્રા નીકળી હતી. ગણેશજીના દર્શન માટે ભીડ ઉમટી પડી હતી. આગમન યાત્રામાં ત્રણ મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી વધી ગઈ કે મહિલાઓ મારામારી પર ઉતરી આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે મહિલાઓને છૂટી પાડી હતી. જોકે પોલીસે સમય સર પહોંચી જતા સ્થિતિ વધુ વણસતા અટકાવી હતી.


વડોદરા શહેરમાં ગણેશજીની આગમન યાત્રામાં બબાલ 

વડોદરા શહેરમાં ગણેશજીની આગમન યાત્રામાં મારામારીની ઘટના સામે આવી છે. પ્રતાપ મડઘાની પોળમાં આગમનયાત્રા નીકળી હતી. આ આગમન યાત્રામાં મહિલાઓ વચ્ચે બબાલ થઇ હતી. આ યાત્રામાં મહિલાઓ વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. આ ઘટનામાં બંદોબસ્તમાં રહેલી પોલીસે વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ત્રણ મહિલાઓ વચ્ચે મારામારી થતા મામલો ગરમાયો હતો.

 ગણેશજીની આગમન યાત્રામાં મારામારી

આ ઘટનાનો વીડિયો ઘટના સ્થળે હાજર રહેલા લોકો દ્વારા મોબાઈલમાં રેકોર્ડ કરવમાં આવ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.પોલીસે આ સમગ્ર મામલે પોલીસે મહિલાઓને છૂટી પાડી હતી. જોકે પોલીસે સમય સર પહોંચી જતા સ્થિતિ વધુ વણસતા અટકાવી હતી.


  • Follow us on: