વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ખાંડેરાવ માર્કેટના સુલભ શૌચાલયમાં શાકભાજી મુકવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગર પાલિકાને વેપારીએ સુલભ શૌચાલયમાં શાકભાજી મુકીને ધોયા હોવાની ફરિયાદ મળી હતી. ત્યાર બાદ કોર્પોરેશનના માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ વિજય પંચાલ સ્થળ પર પહોંચ્યા હતાં. તેમણે સ્થળ પર પહોચીને તાત્કાલિક વેપારીના શાકભાજીનો નાશ કર્યો હતો.
તાત્કાલિક વેપારીના શાકભાજીનો કર્યો નાશ
વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર બેસે છે ત્યાં આવેલા ખાંડેરાવ માર્કેટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાનો બનાવ સામે આવ્યો છે. ખાંડેરાવ માર્કેટના સુલભ શૌચાલયમાં શાકભાજી મુકવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગર પાલિકાને વેપારીએ સુલભ શૌચાલયમાં શાકભાજી મુકીને ધોયા હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ બાદ તપાસ કરતાં તેમાં સુલભ શૌચાલયના કર્મચારી પણ સામેલ હોવાના અંદેશાને પગલે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુલભ શૌચાલયના સંચાલક અને વેપારીને નોટીસ આપવામાં આવી હતી.













