વડોદરાના એકતાનગરમાં રોગચાળો વકર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં અગાઉ 11 વર્ષીય બાળકીનું થયું હતું મોત અને રોગચાળો વકરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, પાણી પણ દૂષિત આવે છે જેના કારણે રોગચાળો વકર્યો છે, સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, દૂષિત પાણીને લઈ અવાર-નવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા દૂષિત પાણીની સમસ્યા દૂર થતી નથી.
ફટાકડાના ધુમાડાથી બચવા તબીબોની અપીલ
રોગચાળાની આ સ્થિતિમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના ધુમાડાથી સ્વાસ્થ્ય વધુ જોખમાય નહીં તે માટે તબીબોએ નીચે મુજબની અપીલ કરી છે: ફટાકડા ફૂટતા હોય તેવા સ્થળોએ વડીલો અને બાળકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અસ્થમાના દર્દીઓ: ફટાકડાનો ધુમાડો અસ્થમા (દમ)ના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવા દર્દીઓએ ધુમાડાથી બચવા માટે સાવચેતી રાખવી અને દવાઓ નિયમિત લેવી. વૃદ્ધોએ શક્ય હોય તો ફટાકડાના ધુમાડાથી બચવા માટે માસ્ક પહેરવો જોઈએ, કારણ કે ધુમાડો શ્વસનતંત્રને સીધું નુકસાન પહોંચાડી શકે છે. તબીબોએ લોકોને હાલની સ્થિતિમાં બેવડી ઋતુ અને પ્રદૂષણ બંનેથી બચવા માટે પૂરતી કાળજી લેવા ભારપૂર્વક જણાવ્યું છે.













