ગુજરાતમાં રેલવેની સુવિધામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં પશ્ચિમ રેલવે દ્વારા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને ત્રણ ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય કરાયો છે. આ ટ્રેનોના સ્ટોપેજનો અમલ આગામી ડિસેમ્બર મહિનાથી શરૂ થશે. રેલવેના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે અપાયા છે.
ખારસલિયા સ્ટેશનો પર વધારાનો સ્ટોપેજ
જે ત્રણ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેમાં મુખ્યત્વે ટ્રેન નં. 19019/19020 બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 10 ડિસેમ્બર2025થી ચાંપાનેર રોડ અને ખારસલિયા સ્ટેશનો પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવશે. ટ્રેન નંબર 19019 (બાંદ્રા ટર્મિનસ → હરિદ્વાર) ચાંપાનેર રોડ પર આગમન 07:18 થશે જ્યારે પ્રસ્થાન 07:19 વાગે થશે. આ સાથે ખારસલિયા સ્ટેશન પર આગમન 07:48 અને પ્રસ્થાન 07:49 થશે.













