વડોદરા ST ડેપોમાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. બસ ડેપોમાં હજારો લોકો મુસાફરી કરવા માટે આવતા હોય છે ત્યારે શ્વાનના વધતા ત્રાસના લીધે મુસાફરો હેરાન થઈ રહ્યા છે. જે બાબતે ડેપોના સિક્યુરિટી સ્ટાફ દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. મુસાફરોએ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહી તે માટે પાલિકા દ્વારા ડોગ કેચરની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ST ડેપોમાં શ્વાનનો ત્રાસ













