વડોદરાના વાઘોડિયામાં આવેલા તળાવમાં યુવકનું ડૂબી જવાથી મોત થયુ છે. નવીન GIDCમાં આવેલ તળાવમાં આ ઘટના બની છે. મૃતક યુવકનું નામ પ્રતિક પટેલ હોવાનું સામે આવ્યુ છે. વાઘોડિયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રતિકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. અને તેને હૉસ્પિટલ ખસેડાયો છે. બનેવી પ્રતીક પટેલ અને તેમના સાળા રવિન્દ્ર વસાવા તળાવ પાસે બેઠા હતા. આ દરમિયાન તેઓ ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા. જે દરમિયાન આ ઘટના બની હતી.
યુવક ડૂબતા શોકનો માહોલ













