વડોદરા જિલ્લાના શિનોર-માલસર બ્રિજને જોડતા માર્ગ પર લાંબા સમયથી ચાલી રહેલા ખાડાઓના સામ્રાજ્યને કારણે મુસાફરો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે સંદેશ ન્યૂઝ દ્વારા આ માર્ગની બિસ્માર હાલત પર રિયાલિટી ચેક કરીને અહેવાલ પ્રસારિત કરવામાં આવતા આખરે તંત્ર સફાળું જાગ્યું છે.
શિનોર-માલસર બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય
શિનોર-માલસર બ્રિજ પર અને તેને જોડતા રોડ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા હતા. આના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રહેતો હતો અને સમયનો પણ વ્યય થતો હતો. સ્થાનિક લોકોની અનેક રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.













