વલસાડ તાલુકાના ઓરંગા નદીના કિનારે વસેલું વેકરીયા ગામ જ્યાં સુપ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર પણ આવેલું છે અને ત્યાં મોટાભાગના ઝીંગાના ખેતરો પણ આવેલા છે. 2021થી દરિયો આગળ વધતા વેકરીયાનું ધોવાણ થતાં ગ્રામજનો ચિંતિત થયા છે. વેકરીયા હનુમાન મંદિરના ટ્રસ્ટી પૂજારી અને ગામના લોકોએ અધુરુ પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ કરવા ગુહાર લગાવી છે. આ પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ ન થાય તો આવનારા બેથી ત્રણ વર્ષમાં દરિયો વધુ આગળ વધશે અને હિંગળાજ ગામ સુધી પહોંચી જશે. આમ, જો દરિયો હિંગળાજ સુધી પહોંચે તો આજુબાજુના ત્રણથી ચાર જેટલા ગામો પર દરિયાનો ખતરો વધી જશે અને ગામોના ગામના અસ્તિત્વ જોખમમાં આવી જશે.


દરિયાની જ રેતી મોટી બેગમાં ભરીને સ્થાનિકોએ વોલ બનાવી

2021થી દરિયો વેકરીયા સુધી અંદર ઘૂસતા ત્યાં આવેલા એક અંબાજી માતાના મંદિર તેમજ મોટાભાગના ઘરોનું ધોવાણ થયું છે, જેના કારણે વેકરીયાથી મોટાભાગના લોકોએ પલાયન કર્યું છે. જેવો હિંગળાજ કોસંબા અને વલસાડ શહેરમાં દરિયા કિનારેના ગામોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે તેઓ આવ્યા ત્યારે આ વિસ્તારમાં 50થી વધુ ઘર હતા, પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર હવે આ વિસ્તારમાં માત્ર 25થી 30 જેટલા જ ઘર રહી ચૂક્યા છે. પ્રોટેક્શન વોલના અભાવે દરિયો અંદર ઘૂસતા મંદિર પણ હવે ત્યાં નજીક જ હોવાનું મનાય છે. જેથી મંદિર સુધી પણ દરિયો ઝડપથી પહોંચી શકે તેવું મંદિરના પ્રમુખનું પણ કહેવું છે. જેના કારણે ગામના લોકો હવે દરિયાની જ રેતી મોટી બેગમાં ભરીને મોટી બેગની પ્રોટેક્શન વોલ બનાવી છે, અત્યારે દરિયો ગામમાં ન ઘૂસે તે માટે તેઓએ વોલ બનાવી છે.

ઝીંગાના વ્યવસાયને પણ ઘણી મોટી અસર થઈ શકે

સ્થાનિકો મંદિરના પૂજારી અને મંદિરના પ્રમુખના કહેવા પ્રમાણે જો અધૂરું કામ પ્રોટેકશન જલ્દીથી જલ્દી પૂર્ણ ન થાય તો વેકરીયાનું અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે અને દરિયો વધુ અંદર ઘૂસે તો હિંગળાજ ગામ સુધી પણ પહોંચી શકે છે. સાથે સાથે ઝીંગાના વ્યવસાયને પણ ઘણી મોટી અસર થઈ શકે છે. ત્યારે અહીંના લોકો પ્રોટેક્શન વોલની માગ કરી રહ્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે અધૂરું પ્રોટેક્શન વોલનું કામ ક્યારે પૂર્ણ થશે.

  • Follow us on: