ગંભીરા બ્રિજ અકસ્માત બાદ વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. નેશનલ હાઈવે 56 પરના 4 બ્રિજ અવરજવર માટે બંધ કરાયા છે. વલસાડ શહેરથી લાલપોરને જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. વાપી નજીક આવેલ દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો, માન અને તાન નદીનો બ્રિજ અને પાર નદીનો બ્રિજ સ્ટેબિલિટી ચેક થાય ત્યાં સુધી બંધ કરાયો છે.
જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી













