વલસાડ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના પોસ્ટ ઓફિસ ચાર રસ્તા નજીક ભર બજારમાં બે આખલા યુદ્ધે ચઢતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખલાઓ રોડ પર એકબીજા સાથે લડી રહ્યા હતા અને વાહનચાલકો તેમજ રાહદારીઓને અડફેટે લીધા હતા. જેના કારણે લોકોમાં ભારે ભય અને નાસભાગ મચી ગઈ હતી. બનાવ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનો અને લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું.













