વલસાડ જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્તિતિને ધ્યાનમાં રાખી રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.જે અંગે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ જાહેરનામું બહાર પાડ્યું છે.
સરઘસ કાઢવુ નહી કે દેખાવ નહી કરવા જણાવ્યું
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ જાહેર કરેલા જાહેરનામામાં જિલ્લામાં તા.02 ડિસેમ્બર 2025 સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી કે દેખાવ નહી કરવા જણાવ્યું છે.આ હુકમ સ્મશાન યાત્રા કે એસટી બસ-રેલવેમાં મુસાફરી કરવા માંગતા લોકોને, સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિને તથા સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી.













