દમણમાં પર્યટકોના અપહરણ અને ખંડણીના ગંભીર કેસમાં સંડોવાયેલા પોલીસકર્મીઓને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે દમણ પોલીસકર્મીઓની જામીન અરજી ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દમણ પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના કુલ 9 પોલીસકર્મીઓ સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ પોલીસકર્મીઓ પર આરોપ છે કે તેમણે 3 પર્યટકોનું અપહરણ કર્યું હતું અને તેમને એક જગ્યાએ ગોંધી રાખ્યા હતા. આ પર્યટકોને છોડાવવા માટે આરોપી પોલીસકર્મીઓએ તેમની પાસે રૂપિયા 25 લાખની ખંડણીની માંગણી કરી હતી.


દમણ LCBના 9 પોલીસકર્મીઓને ઝટકો

કેસના ફરિયાદીએ આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ સશક્ત આરોપો લગાવ્યા છે. આ સિવાય, કેટલાક અન્ય પોલીસકર્મીઓ પર પણ આ ગુનામાં આરોપીઓને મદદ કરવાના આરોપ લાગ્યા છે. આ ગંભીર કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસકર્મીઓની અપહરણ અને ખંડણી જેવા ગુનામાં સંડોવણીને ધ્યાનમાં રાખીને તેમની જામીન અરજીને નામંજૂર કરી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને કાયદાનું પાલન કરાવનારાઓની જ કાયદા વિરુદ્ધની ગતિવિધિઓ પર સખત પગલાં લેવાયા છે.

આ પણ વાંચો : Patan માં મહિલા શક્તિનો વિરોધ, નપા સામે પ્રદર્શન, નેળીયા વિસ્તારમાં પાણીના નિકાલના અભાવે લોકોને ભારે હાલાકી 

  • Follow us on: