પાટણ નગરપાલિકામાં આજે અંબાજી નેળીયા વિસ્તારની મહિલાઓએ વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સતત સતાવી રહી છે, પરંતુ પાલિકા દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આના કારણે ચોમાસા દરમિયાન સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને અનેકવાર તો ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પડે છે.


પાટણમાં નાગરિકોનો આક્રોશ

વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ પાલિકા તંત્ર સામે ઉગ્ર નારેબાજી કરી હતી અને તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી હતી. મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો ટૂંક સમયમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો, તેઓ આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે. સમગ્ર મામલે પાલિકાના અધિકારીઓએ મહિલાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

આ પણ વ્નાચો : Ahmedabad News : ગેરકાયદે બાંધકામ સામે લાલબત્તી, જમાલપુરમાં 3 માળનું બિલ્ડિંગ તોડી પડાયું, તંત્રની કડક કાર્યવાહી 

  • Follow us on: