વલસાડમાં રાજ્ય સરકારનો ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. આજે આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. સામુહિક ચિંતનથી સામૂહિક વિકાસની નિયમ સહકાર કરતા પાંચ ગ્રુપ ડિસ્કશનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ સહભાગી થયા હતા.
શિબિરમાં વિકસિત ભારત 2047 પર મંથન
વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ પોષણ અને જાહેર આરોગ્ય ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ જાહેર સલામતી અને સેવાક્ષેત્ર માં ગુજરાત ને 2047 સુધીમાં સંગીન બનાવીને વિકસિત ભારત 2047 માટે અગ્રેસર રાખવાનું સામુહિક મંથન કરાયું. વિકસિત ગુજરાત માટે વ્યક્તિગત કામગીરી મૂલ્યાંકન સર્વાંગોની પુનઃરચના તથા સતત તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે નું પ્લેટફોર્મ પુરૂ પાડવા જેવા વિષયો પરના ચર્ચા સત્ર માં કરવામાં આવી હતી













