વેરાવળમાં યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રભાસ પાટણ પોલીસ દ્વારા પોલીસ ચોકીએ બોલાવી માર માર્યાનો આક્ષેપ યુવકે કર્યો છે. કસીમ મહમદ ગોહેલ નામના યુવકે ઝેરી દવા પીની આપઘાતનો પ્રયાસ કર્યો છે. સરકારી હોસ્પિટલમાં સ્થિતિ ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો છે.


પૈસા ઉધાર આપનારે પોલીસમાં કરી હતી અરજી

તમને જણાવી દઈએ કે ભોગ બનનાર યુવક GIDCમાં મચ્છીનો ધંધો કરે છે અને ભીડીયાના રાહુલ બમભણીયા નામના યુવકને રૂપિયા આપવાના હતા અને તેને લઈને યુવકે પોલીસમાં ફરિયાદ કરી હતી, જેને લઈને પોલીસે આપઘાત કરનારા યુવકને પોલીસ સ્ટેશને બોલાવી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભોગ બનનારના ભાઈએ પણ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જો કે આ ઘટનાને પગલે હાલમાં લોકોના ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા છે.

પુછપરછની જગ્યાએ ખોટી રીતે માર માર્યાનો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે યુવકે ઝેરી દવા પી લેતા તેની સ્થિતિ હાલમાં ગંભીર છે. આજે બપોરે શિવ પોલીસ ચોકી ખાતે યુવકને બોલાવી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે સ્થાનિક આગેવાન મધ્યસ્થી કરીને પોલીસ ચોકીથી યુવકને લઈ આવ્યા હતા અને ત્યારબાદ સાંજે 7 વાગ્યે આ યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. ભોગ બનનારે લખેલી સ્યુસાઈડ નોટમાં પણ પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પરિવાર અને સમગ્ર સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

  • Follow us on: