ભાજપ શાસિત વિસાવદર મહાનગરપાલિકામાં આંતરિક મતભેદો ચરમસીમાએ પહોંચ્યા છે, પ્રમુખને પદને દૂર કરવા માટે ભાજપના જ નગરપાલિકાના સભ્યો મેદાનમાં પડ્યા છે. વિસાવદર નગરપાલિકા આંતરિક મતભેદને કારણે ગામના રસ્તા અને અનેક સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ગામનો વિકાસ અટકી ગયો છે.


નગરપાલિકામાં ભાજપના શાસનમાં આંતરિક મતભેદને કારણે ગામનો વિકાસ રૂંધાયો

વિસાવદર નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા ના માંડ ગણતરીના મહિનાઓ થયા છે, ત્યાં જ આંતરિક મતભેદો શરૂ થઈ ગયા છે અને પ્રમુખને ઉથલાવવા માટે ભાજપના જ સભ્યોમાં આંતરિક ખેંચતાણ થઈ રહ્યું છે, તાજેતરમાં જ રોડ રસ્તા અને ગંદકીની સમસ્યાને લઈને ભાજપના જ નગરસેવકોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી અને આ આંતરિક મતભેદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ગંદકી રસ્તાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વિસાવદર નગરપાલિકામાં ભાજપના શાસનમાં આંતરિક મતભેદને કારણે ગામનો વિકાસ રૂંધાયો છે, તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ દ્વારા કરાયા મોટા આક્ષેપો

વિસાવદર નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠક ઉપર ભાજપના 21 સભ્યો ચૂંટાયા હતા અને જેમાં ઓબીસી મહિલા નગરસેવકને પ્રમુખ તરીકે બનાવવામાં આવ્યા છે, માત્ર ચારથી પાંચ માસમાં જ પ્રમુખ સામે ભાજપના જ કેટલાક સભ્યો દ્વારા અંદરખાને અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને પ્રમુખ પદમાંથી રાજીનામું આપી દેવા માટે દબાણ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ ભાજપના સભ્ય અને પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ દ્વારા આવા આક્ષેપો કરવામાં આવે છે, પરંતુ ભાજપના એક પણ સભ્યમાં અસંતોષ નથી તેવું જણાવીને લૂલો બચાવ કર્યો હતો. આપ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ વિસાવદર નગરપાલિકામાં ભાજપના જ સભ્યોનો આંતરિક વિવાદ સામે આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને સમગ્ર વિસાવદર પંથકમાં હાલ આ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

  • Follow us on: