ગુજરાતની વિસાવદરની બેઠક પર સૌ કોઈની નજર છે, કેમકે આ સીટ ખૂબ મહત્વની સીટ માનવમાં આવે છે, શરૂઆતની સમયમાં આમ આદમીના પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા આગળ રહ્યાં અને ત્યારબાદ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આગળ રહ્યાં છે, તો કોંગ્રેસના ઉમેદવાર ધીમી ગતિએ આગળ વધી રહ્યાં છે.


વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં ભાજપ 846 મતથી આગળ

વિસાવદરમાં પાંચમા રાઉન્ડમમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ 846 મતથી આગળ ચાલી રહ્યાં છે, ભાજપ : 3239, AAP 3105, કોંગ્રેસના ઉમેદવારને 155 મત પાંચમા રાઉન્ડમાં મળ્યા છે.

આપના ગઢમાં ભાજપ ગાબડું પાડશે ?

વિસાવાદરમાં લાંબા સમયથી ભાજપના ધારાસભ્યને સત્તા મળી નથી તો, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય વર્ષ 2017માં ચૂંટણીમા જીત્યા અને વર્ષ 2022માં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભયાણીની જીત થઈ હતી, આ સમગ્ર ચૂંટણીને લઈ ભાજપના ઉચ્ચ નેતાઓ વિસાવદરની બેઠક જીતાડવા માટે કામે લાગી ગયા હતા, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ રોડ શો માટે વિસાવદર પહોંચ્યા હતા અને ભાજપ તરફ મતદાન કરાય તેવી અપીલ પણ કરાઈ હતી.

ગોપાલ ઇટાલિયાને હીરો તરીકે પ્રોમોટ કરાયા હતા

ગોપાલ ઈટાલિયા પણ ખેડૂતોથી લઈ નાનામાં નાના માણસો સુધી પ્રચાર માટે પહોંચ્યા હતા અને ગોપાલ ઈટાલિયાએ પણ મહેનત કરી હતી. ત્યારે ગોપાલ ઈટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે કાંટાની ટક્કર છે, ભાજપની કોર ટીમે પહેલેથી જ હવાલો સંભાળી લીધેલો હતો અને મૂળમાં જઈ ને પ્રચાર અને ખાટલા બેઠક કરી લોકોનો સંપર્ક સાધ્યો હતો અને સમજાવ્યા હતા, હંમેશા વિસાવદર ભાજપને માફ નથી કરી રહ્યું પણ આ વખતે સ્થાનિક લોકો એ વિકાસને લઈ ભાજપ ને મત આપ્યા હોઈ શકે છે.

વિસાવદરમાં વર્ષ 2017માં કોંગ્રેસે કરી હતી વાપસી

વર્ષ 2017માં વિસાવદરમાં કોંગ્રેસે વાપસી કરી હતી અને વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિસાવદર બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી જીતી હતી અને કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રિબડીયાએ આ બેઠક કબજે કરી હતી.

વિસાવદરમાં વર્ષ 2022માં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત હતી

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક કબજે કરી હતી અને ભુપત ભાયાણી આ બેઠક પરથી જીતી મેળવીને વિધાનસભા પહોંચ્યા હતા.

વિસાવદરમાં ભાજપને અત્યાર સુધી સફળતા મળી નથી

વિસાવદરમાં ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીમાં સફળતા મળી નથી. છેલ્લાં લગભગ 18 વર્ષથી ભાજપ આ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો છે. છેલ્લે વર્ષ 2007માં ભાજપના કનુભાઈ ભલાળા અહીંથી ચૂંટાઈ આવ્યા હતા. 18 વર્ષ સુધી આ બેઠક ભાજપથી વંચિત રહી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભાજપને સફળતા મળી હોવા છતાં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠક જીતવામાં તે નિષ્ફળ રહ્યો હતો. અહીંથી આમ આદમી પાર્ટીના (આપ) ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટાઈ આવ્યા હતા. જે હાલમાં પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થયા છે. 

  • Follow us on: