પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની ગતિમાં વધારો કરવા તથા સમયપાલનને વધુ સુધારવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળની 3 ટ્રેનના સમયમાં (સાબરમતીથી મહેસાણા વચ્ચે) આંશિક પરિવર્તન કરવામાં આવ્યો છે. આ પરિવર્તન 01 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે.
આ 3 ટ્રેનના સમયમાં ફેરફાર
- ટ્રેન સંખ્યા 12462 સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ સાબરમતીથી 16:45 વાગ્યાના બદલે 16:55 વાગ્યે પ્રસ્થાન કરશે તથા મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:28/17:30 વાગ્યાના બદલે 17:38/17:40 વાગ્યે રહેશે.
- ટ્રેન સંખ્યા 12548 સાબરમતી–આગ્રા કૅન્ટ એક્સપ્રેસ (સપ્તાહમાં 4 દિવસ)/ટ્રેન સંખ્યા 22548 સાબરમતી–ગ્વાલિયર એક્સપ્રેસ (સપ્તાહમાં 4 દિવસ) સાબરમતીથી 16:55 વાગ્યાના બદલે 17:00 વાગ્યે પ્રસ્થાન કરશે તથા મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:40/17:42 વાગ્યાના બદલે 17:47/17:49 વાગ્યે રહેશે.
- ટ્રેન સંખ્યા 79431 સાબરમતી–મહેસાણા ડેમુ સાબરમતીથી 17:05 વાગ્યાના બદલે 17:10 વાગ્યે પ્રસ્થાન કરશે તથા ચાંદખેડા 17:16/17:17 વાગ્યે, ખોડિયાર 17:22/17:23 વાગ્યે, કલોલ 17:32/17:33 વાગ્યે, ઝુલાસણ 17:42/17:43 વાગ્યે, ડાંગરવા 17:50/17:51 વાગ્યે, આંબલિયાસણ 17:57/17:58 વાગ્યે, જગુદણ 18:06/18:07 વાગ્યે અને મહેસાણા 18:28 વાગ્યે પહોંચશે.
યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સ્ટોપેજ, સમય તથા સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ પણ વાંચો : Ahmedabad News: AMTSનું દેવુ પાંચ હજાર કરોડ જેટલું છે, આગામી દિવસોમાં 300 કરોડ સુધી વધી શકે













