સુરતમાં મંજૂરી વગર બનેલ સિંદૂર સર્કલને નોટિસ આપવામાં આવી છે, પાલ હજીરા રોડ પર બનાવાયું છે સિંદૂર સર્કલ સર્કલ દૂર કરવા બુધવાર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ, જો આ સર્કલ દૂર નહી કરાય તો મનપા સિંદૂર સર્કલ દૂર કરશે અને સાંસદના પત્ર બાદ મંજૂરી નહી હોવાનું ધ્યાને આવ્યું હતું.


પાલિકાની મંજૂરી વિના સર્કલ બનાવી દીધુ

સુરતમાં અનેક જગ્યાએ ટ્રાફિક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે, તો સુરતના પાલ વિસ્તારમાં સ્થાનિક બિલ્ડર જૂથે ભેગા મળીને નિયમો એળે મૂકીને સર્કલ બનાવી દેતા ભારે ઉહાપોહ થયો છે, પાલિકાની મંજૂરી વિના આ સર્કલ બનાવી દેતા પાલિકાએ ચિમકી આપી છે કે, તાત્કાલિક ધોરણે આ સર્કલ દૂર કરો નહીતર તોડી પાડવામાં આવશે, પાલિકાની મંજૂરી વિના જ સૈન્ય વિમાનની પ્રતિકૃતિ સાથે સર્કલ બની ગયા બાદ ૨૪ કલાકમાં દૂર કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

કોર્પોરેશનની મંજૂરી વિના બિલ્ડરોએ સર્કલ ઉભુ કરી દીધુ

સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે અડાજણ વિસ્તારના ચાર સર્કલ પર ‘ઓપરેશન સિદૂર' નામથી સર્કલ બનાવવાની રજૂઆત કરી હતી. દરમિયાન તેમને પાલ-હજીરા મેઈન રોડ પર સૂચવેલા સ્થળ પર પહેલેથી જ ઓપરેશન સિંદૂર નામથી ટેમ્પરરી સર્કલ બની ગયું હોય વિવાદ થયો હતો. સમગ્ર પ્રકરણમાં પાલિકાની મંજૂરી વિના જ સ્થાનિક બિલ્ડર જૂથે સર્કલ બનાવી દીધું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સૈન્ય વિમાનની પ્રતિકૃતિ સાથે ટેમ્પરરી સર્કલ ઊભું થવાની સાથે જ સોશિયલ મીડિયામાં ફોટા, વીડિયો પણ વાયરલ થયા હતા.  

  • Follow us on: