• લસણ-લીંબુના ભાવમાં થયો કમરતોડ વધારો
  • શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવ રૂ.100 કિલો
  • અમદાવાદમાં પ્રતિ કિલો લસણનો ભાવ રૂ. 400 થયો

રાજ્યમાં ફરી એકવાર લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં લસણના ભાવમાં કમરતોડ વધારો થયો છે. અચાનક અમદાવાદમાં પ્રતિ કિલો લસણનો ભાવ રૂ. 400 થયો છે. લસણનો જૂનો ભાવ કિલોએ 100 હતો. ત્યારે વેપારીએ જણાવ્યું છે કે 15થી 20 દિવસ સુધી લસણના ભાવમાં રાહત નહી.

લસણના ભાવ વધતા સામાન્ય લોકોની રસોઈનો સ્વાદ ખરાબ થશે

લસણના ભાવ વધતા સામાન્ય લોકોની રસોઈનો સ્વાદ ખરાબ થશે. દિવસેને દિવસે વધી રહેલા લસણના ભાવથી સામાન્ય લોકોની ચિંતામાં વધારો થયો છે. ગત વર્ષે આકાશે આંબેલા ભાવથી જ્યા ખેડૂતો તો માલામાલ થયા પણ બીજી તરફ ગરીબ લોકોએ લસણના વધતા ભાવથી કમર તોડી નાખી છે. વર્ષ 2024માં લસણના ભાવ આકાશે આંબી રહ્યા છે. લસણના ભાવ 400 રૂ.કિલો જ્યારે આદુ 150 થી 200 થતા રસોઈનો સ્વાદ ખરાબ થઈ ગયો છે. એટલું જ નહીં કેટલાય લોકો મોંઘા હોવાના કારણે શાકમાં લસણ નાખવાનું ભૂલી ગયા છે આપને જણાવી દઈએ કે, 100થી વધીને 300 રૂપિયે કિલો સુધી લસણ વેચાતું હતું અને હવે બે ત્રણ દિવસમાં 400 રૂપિયે કિલો સુધી ભાવ પહોંચી ગયા છે. જ્યારે આદુ રૂપિયા 200 થઈ ગયા છે.

ભર શિયાળે લીંબુના ભાવ જનતાને ખાટા લાગશે

ભર શિયાળે લીંબુના ભાવ જનતાને ખાટા લાગશે તેમ કહીએ તો નવાઈ નહીં. કારણ કે અમદાવાદ શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવ રૂ.100 કિલો થયા છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર લીંબુના ભાવ પર વર્તાઈ છે. પહેલીવાર શિયાળાની ઋતુમાં લીબુના ભાવ વધ્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલ અનેક વિસ્તારોમાં બેવડી ઋતુને લીધે માત્ર બે દિવસમાં જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં લીંબુ કિલોએ રૂ.30થી 40 મળતા હતા. જે લીંબુ કિલોએ રૂ.100 એ પહોચ્યા છે. 

  • Follow us on: